Home Blog

મોરબીમાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ

મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી મંગળવારે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે 8:00 કલાકે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પરબજાર, નહેરૂ ગેઇટ ચોક, તખ્તસિંહજી રોડ, પાડા પુલ થઈને આ શોભાયાત્રાને સોઓરડી પાસે આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા સહિતના આગેવાનો તેમજ સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિપકભાઈ સારલા અને ઉપપ્રમુખ ગોપાલભાઈ સીતાપરા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

વર્ષમાં માત્ર 2 મહિના જોવા મળતા ગુંદાનું બજારમાં આગમન, આટલા છે ભાવ

ભારતમાં ઘણા એવા ફળ છે, જે મોસમ અનુસાર જોવા મળે છે. આવું જ એક ફળ છે ગુંદા. ગરમીના સીઝનમાં પાકવાની સાથે જ બજારમાં વેચાણ માટે જોવા મળે છે. હાલ બજારમાં પણ ગુંદા મળવાની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગે અથાણાં બનાવવા માટે ગુંદાની ખરીદી કરે છે.

ઉનાળાની શરૂઆત થતાની સાથે અનેક વનસ્પતિઓ થાય છે, જેમાં ગુંદા એ અનેક રીતે ગુણકારી અને ઉપયોગી છે. તે ભારતીય ચેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ બજારમાં પણ ગુંદા મળવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ ગુંદા ખરીદીને તેનું અથાણું બનાવે છે. આખું વર્ષ રહે તેવા અથાણાં બનાવવામાં આવે છે. બજારમાં હજી બધી જગ્યાએ ગુંદાનું વેચાણ શરૂ નથી થયું, પણ અમુક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ગુંદાના અથાણાં બની એ પણ વેચાય છે. ગરમીની સીઝનમાં ગુંદા બજારમાં મોટી માત્રામાં મળી રહે છે.

ગુંદાના અનેક ફાયદા છે. વાડી વિસ્તારમાં ગુંદીના ઝાડ પર ગુંદાના ફળ જોવા મળે છે. ગામડાના લોકો આ પાકેલા ગુંદા ખાવામાં પણ ઉપયોગમાં લેવાય છે. અત્યારે બજારમાં ગુંદાના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

ભુજની બજારમાં શાકભાજી વેચાણ પ્રભુભાઈએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા ગુંદા તેઓ હોલસેલ માર્કેટમાંથી કે, વાડીમાંથી લાવી અહીં બજારમાં વેચી રહ્યા છે અને તેની કિંમત અત્યારે 60 રૂપિયા પ્રતિ કિલો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે.

ગુંદાના બનતા અથાણાં સિવાય કાચા ગુંદાનું શાક પણ બને છે. પાકી ગયેલા ગુંદાના ફળ મીઠા લાગે છે. ગુંદાના ઝાડ ગણા મોટા હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ કેરીની સીઝન શરૂ થાય છે અને કેરીની સાથે સાથે ઝાડ પર ઝુમખા સાથે ગુંદા પણ જોવા મળે છે. તેમાં ગુંદર જેવો ચીકણો અને મીઠો રસ હોય છે. ગુંદાના ઝાડની માફક તેના પાન, છાલનો પણ વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે.

ગુંદાના ફાયદાઓમાં પેટના રોગો, ઘૂંટણના દુખાવા ઓછા થાય છે. શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે. આવી સીઝનની વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ. ગુંદામાં ઔષધીય ગુણો રહેલા છે. ગુંદાના વૃક્ષનું લાકડું પણ ઘણું ઉપયોગી છે, તેમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

વાંકાનેર રેલવે દ્વારા નવી ટ્રેન શરુ કરાઈ જાણો કઈ ટ્રેન ક્યાં સ્થળેથી ક્યાં જશે!!

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર રેલવે દ્વારા એક અખબારી યાદીમાં નવી ટ્રેનોના નવા રૂટની માહિતી આપતી યાદી બહાર પાડી છે જે નીચે મુજબની ટ્રેનો શરુ કરાઈ છે

જાવકમાં હાપા – નહારનગુન – હાપા, ટ્રેન નં.09525, બુધવારે 02 : 59 કલાકે આવશે અને 03 : 01 કલાકે ઉપડશે.

આવકમા ટ્રેન હાપા – નહારનગુન – હાપા, ટ્રેન નં.ટ્રેન નં.,09526, સોમવારે, : 9.15  કલાકે આવશે  અને  :9.17  કલાકે ઉપડશે.

જાવકમાં ટ્રેન રાજકોટ – લાલકુયન – રાજકોટ,ટ્રેન નં. 05046, સોમવારે, 11 :08  કલાકે આવશે અને 11 : 08 કલાકે ઉપડશે.

આવકમાં ટ્રેન રાજકોટ – લાલકુયન – રાજકોટ, ટ્રેન નં.,05045 સોમવારે,  : 5.30 કલાકે આવશે અને  : 5.32  કલાકે ઉપડશે.

જાવકમાં ટ્રેન ઓખા – ગાંધીગ્રામ – ઓખા, ટ્રેન નં. 09436 , સોમવારે, 05 : 02 કલાકે આવશે અને 05 : 04  કલાકે ઉપડશે.

આવકમાં ટ્રેન ઓખા – ગાંધીગ્રામ – ઓખા, ટ્રેન નં.,09435 રવિ વારે,  : 3.39  કલાકે આવશે અને  : 3.41 કલાકે ઉપડશે.

જાવકમાં ટ્રેન રાજકોટ – બરૌની – રાજકોટ, ટ્રેન નં. 09569 , શુક્રવાર, 01  : 27 કલાકે આવશે અને 01 : 29  કલાકે ઉપડશે.

આવકમાં ટ્રેન રાજકોટ – બરૌની – રાજકોટ,ટ્રેન નં.,09570 મંગળવારે,  :4.31 કલાકે આવશે અને  : 4.33 કલાકે ઉપડશે.

જાવકમાં ટ્રેન રાજકોટ – મહબુબનગર – રાજકોટ,ટ્રેન નં. 09575 , સોમવારે, 02 : 16 કલાકે આવશે અને 02 : 18 કલાકે ઉપડશે.

આવકમાં ટ્રેન રાજકોટ – મહબુબનગર – રાજકોટ, ટ્રેન નં.,09576 ગુરુવારે,  : 04.04 કલાકે આવશે અને  : 04.06 કલાકે ઉપડશે.

આમ ઉપરોક્ત રૂટની ટ્રેનોની સેવા શરુ કરવામાં આવી હોય યાત્રીઓની જાણ માટે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

મોબાઈલના માધ્યમથી મેળવી શકાશે મતદાન માટેની બુથ સ્લિપ

૧૯૫૦ નંબર ઉપર ECI <Space> (voter ID) SMS કરવાથી મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાશે

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે તા. ૭ મે, ૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થશે.  નાગરિકોને આંગળીના ટેરવે બુથ અંગેની વિગતો મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકો પોતાની બુથ સ્લિપ કઈ રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બુથ સ્લિપ માટે ૧૯૫૦ નંબર ઉપર SMS કરવાનો રહે છે. ૧૯૫૦ નંબર ઉપર ECI <Space> (voter ID) SMS કરવાથી ૧૫ સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લિપ મેળવવાની આ વિગતોથી વાકેફ થઈએ અને અન્યને પણ વાકેફ કરીએ તેમજ આવી વિગતોને હાથવગી રાખીએ.

૧૯૫૦ પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રત્યુતર મળે છે, તેમાં લખ્યું હોય છે કે ECI નો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ મેસેજમાં નામ, ભાગ નંબર, ક્રમ નંબર, ECI સહિતની વિગતો ઉપલબ્ધ થશે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ અને કરાવીએ.

મોરબીના લક્ષ્મીનગર અંધજન મંડળ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

લોકસભાની ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલ અંધજન મંડળ ખાતે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. આગામી ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે. ત્યારે મોરબી જિલ્લો સમગ્ર દેશમાં મતદાન કરવામાં અગ્રેસર રહે તેવા પ્રયાસો આપણે સાથે મળી સૌએ કરવાના છે.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે મતદારો ઘર બેઠા મતદાન કરવા માંગતા હોય તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા તેમજ વાહન, પ્રતિનિધિ કે વ્હીલ ચેરની જરૂરિયાત હોય તેમના માટે પણ આનુસંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે ૫૫૮ જેટલા દિવ્યાંગ મતદારોએ વ્હીલ ચેરની જરૂરિયાત છે તેમના માટે સંલગ્ન મતદાન બુથ ઉપર વ્હીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અંધ મતદારો માટે બ્રેઈન લિપિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં કલેક્ટરશ્રીએ લક્ષ્મીનગર અંધજન મંડળ સંસ્થાના ૧૦૦% સભ્યો મતદાન કરે અને એક આદર્શ બનાવે તે માટે પણ વિનંતી કરી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા માટે શપથ પણ લીધા હતા.

મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નમ્રતાબેન મહેતા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વૈશાલીબેન જોશી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દિનેશભાઈ ગરચર, અંધજન મંડળના પ્રમુખશ્રી હતિમભાઈ, સંસ્થાના ૧૦૦ થી વધુ દિવ્યાંગ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LATEST NEWS

error: Content is protected !!