HomeAll૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ...

૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ

ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નો અનુરોધ

મોરબી જિલ્લામાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ‘સર્વજન સુખાય,સર્વજન હિતાય,’ નીતિ સાથે લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર આયુષ્માન કાર્ડ બનાવવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત (૧) વયવંદના યોજનાના લાભાર્થીઓ (૭૦ વર્ષ કે તેથી વધુ વય ના વરિષ્ઠ નાગરીકો) (૨) NFSA રેશનકાર્ડ ધરાવતા યાદી મુજબના તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાનું કામ હાલમાં દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં ચાલી રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે, ઉપરોક્ત લાભાર્થીઓએ ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવું. આ કામગીરી માટે આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો. આયુષ્માન કાર્ડ લાભાર્થી જાતે પણ આયુષ્માન એપ દ્વારા Beneficiary ID  માંથી તથા PMJAY પોર્ટલ https:// beneficiary.nhm.gov.in  પરથી જાતે કાઢી શકશે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!