મચ્છુ યુવા સંગઠન સમિતિ દ્વારા આયોજિત સમુહ લગ્નોત્સવમાં ર6 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કર્યું છે અને આ સમૂહલગ્ન આગામી તા. 13 ફેબ્રુઆરીએ મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ સૂર્યસ પેટ્રોલ પંપ પાછળ જુના ઘુંટુ રોડ ઉપર યોજાશે.

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના 7 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 26 નવદંપતી સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે.

આ તકે મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપૂરીજી (ગ્વાલીનાથ મહાદેવની જગ્યા થરા), મહેશપુરીજી (શિવપૂરીધામ દ્વારકા), ગાંડુભગત (મચ્છુ માતાજીની જગ્યા મોરબી), રતનપુરીજી (રાણાબાપા આશ્રમ માથક), દેવાભગત (નકલંક ઠાકરની જગ્યા વેજલપર) અને રોહિતપુરીજી (પાપનાસણા ઠાકરની જગ્યા તરણેતર) સહીત અનેક સંતો મહંતો હાજર રહેશે.

અને આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિની ટિમ જહેમત ઉઠાવી રહી છે.
















