HomeAll2026માં AIને લઈને ખતરનાક ભવિષ્યવાણી : પ્રાઇવસીથી લઈને વિશ્વના દરેક દેશ પર...

2026માં AIને લઈને ખતરનાક ભવિષ્યવાણી : પ્રાઇવસીથી લઈને વિશ્વના દરેક દેશ પર વિવિધ સંકટ આવી શકે છે, જુઓ

AIનો દિવસે-દિવસે વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસ હવે ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે અને 2026માં એમાં ઘણાં નવા ફેરફાર અને ફીચર્સ પણ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર 2026માં AIને લઈને એક ભવિષ્યવાણી કરવામાં આવી છે જેમાં 6 મુશ્કેલીઓ આવી શકે છે એ વિશે વાત કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે AI કેવી રીતે જીવન, નોકરી અને સમાજ પર અસર કરશે. આ વિચાર ગૂગલ અને OpenAI જેવી કંપનીઓના AIને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવ્યા છે.

ડેટા સેન્ટરને લઈને મુશ્કેલી

AIનો જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે એમ એના માટે ડેટા સેન્ટરની જરૂર વધી રહી છે. જોકે હવે ઘણાં શહેર અથવા તો રાજ્યના લોકો એને બનાવવા માટે વિરોધ કરી રહ્યા છે. અમેરિકામાં સોશિયલ મીડિયા પર ઘણાં લોકો ગ્રુપ બનાવીને એનો વિરોધ કરી રહ્યા છે. ચીન અને રશિયા જેવા દેશ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખોટી જાણકારી ફેલાવી રહ્યા છે જેથી ડેટા સેન્ટરનું કામ અટકી જાય. એનાથી ચીન અને રશિયા બન્નેને ફાયદો થશે કારણ કે તેઓ AIની રેસમાં સૌથી આગળ રહેવા માગે છે. AIની મદદથી ખોટા વીડિયો અને ફોટો જનરેટ કરીને લોકોને ભડકાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ જાણકારી ખોટી હોવા છતાં એ ભવિષ્યમાં સાચી લાગતી થઈ જશે અને એનાથી લોકો ખૂબ જ જલદી ભડકી જશે. એનાથી AIનું વિકાસ અટકી શકે છે અને ડેટા સેન્ટર બનાવવા પર પણ મુશ્કેલી આવી શકે છે.

રોબોટ્સને લઈને ઘણી તકલીફો આવી શકે

2026માં દુનિયામાં જ્યાં પણ ટેક્નોલોજીને લઈને કોન્ફરન્સ થશે ત્યાં રોબોટ ખૂબ જ ચર્ચામાં જોવા મળશે. ગૂગલ જેવી કંપનીઓ વર્ષોથી રોબોટને ઘરના કામ શીખવાડી રહી છે. હવે ChatGPT જેવા AI મોડલને રોબોટમાં સમાવેશ કરીને એને ઓછી ટ્રેઇનિંગ આપી વધુ કામ કરાવી શકાય છે. રોબોટ પાસે કપડાંની ઘડી કરવાથી લઈને કચરો પણ અલગ કરાવી શકાશે. ગૂગલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં રોબોટ અવાજથી કચરો અલગ કરતો જોવા મળે છે. આગામી ઇવેન્ટમાં રોબોટ ઘરનું અન્ય કામ કરતો જોવા મળશે. બની શકે ઘરમાં ખાવાનું બનાવતો હોય અથવા તો એને પિરસતો હોય. જોકે આ ડેમો હશે. એને ઘરના કામ માટે વેચાણ માટે રાખવા માટે હજી ઘણી તકલીફો આવી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ કાચની વસ્તુ કેટલી ધીમે ઉઠાવવી અને મૂકવી એમાં તકલીફ આવી શકે છે.

AIમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જોખમી થઈ શકે છે

AI કંપનીઓ ખૂબ જ ઝડપથી AIમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. જોકે 2026માં એમાં બ્રેક લાગી શકે છે. OpenAI જેવી કંપનીઓ તેમના સ્ટાફને વધારી રહી છે, પરંતુ પ્રોફિટ ન કરે તો એમાં બહુ જલદી ઘટાડો જોવા મળશે. જો છટણી બાદ કંપની કઈ જગ્યા પર ફોકસ કરવું એના પર ધ્યાન આપશે. ગૂગલ દ્વારા ત્રણ વર્ષ પહેલાં આવું કરવામાં આવ્યું હતું. જો ChatGPTની પેરન્ટ કંપનીએ આ પગલું ભર્યું તો અન્ય કંપની પણ એ પગલું ભરી શકે છે. કેટલીક કંપનીઓ શેર બજારમાં આવવાની કોશિશ કરી રહી છે જેથી તેમને સારી કિંમત મળી શકે. જોકે ટાઇમિંગ ખરાબ રહ્યો તો ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. આથી AI પર જો ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત આવી તો એ શેરની કિંમતને જોઈને પણ ઓછું થઈ શકે છે.

કર્મચારીઓની જગ્યા લઈ શકે છે AI

કંપનીઓ ઘણી વાર તેમના કર્મચારીઓની મદદથી કંપની પર સોફ્ટવેર દ્વારા કામ કરે છે. જોકે 2026માં સોફ્ટવેરનો ઉપયોગ કર્મચારીઓની જગ્યાએ AI પોતે કરી લેશે. AI એજન્ટ હવે ગ્રાહક સેવા જેવા કામ પોતે કરી શકે છે. મુશ્કેલ કામ કરવા માટે કંપનીઓ હવે કર્મચારીઓને રાખશે અને એ માટે પણ AI પાસે તેમને ટ્રેઇનિંગ અપાવશે. આથી કર્મચારીઓની નોકરી પર ખૂબ જ મોટું સંકટ છે. જોકે AIને કારણે ખૂબ જ અંગત માહિતી પણ લીક થઈ શકે છે. કેટલાક એક્સપર્ટ અનુસાર એની શક્યતા ખૂબ જ વધુ છે અને એ ચિંતાનો વિષય છે.

AIને કારણે પ્રાઇવસી પર જોખમ

દુર્ઘટના થવાની સંભાવના

અમેરિકા જેવા દેશમાં રોબોટ ટેક્સીની સર્વિસ ચાલે છે. એમાં બહુ જલદી વધારો થશે. 2026માં અમેરિકાના 25 શહેરમાં એક અઠવાડિયાની અંદર 25 લાખથી વધુ ટ્રિપ કરશે. આથી કમ્પ્યુટર આધારિત કાર ચાલતી હોવાથી જો એમાં કોઈ સમસ્યા આવી તો કારનો એક્સિડન્ટ થવાનું જોખમ વધી જાય છે. જોકે એક ડેટા અનુસાર રોબોટ ટેક્સીમાં દુર્ઘટના ઓછી થાય છે એવું કહેવામાં આવ્યું છે. જોકે એક્સપર્ટ અનુસાર ભવિષ્યમાં એમાં વધારો થશે.

2025માં માઇક-ઓન યુક્ત જેટલાં પણ ગેજેટ્સ આવ્યા એ નિષ્ફળ રહ્યા છે. એની સામે મીટિંગ માટે નોટ્સ બનાવનાર AI સોફ્ટવેર સફળ રહ્યા છે. ફોન સાંભળીને નોટ્સ બનાવનાર એપ્લિકેશન ખૂબ જ ચર્ચામાં રહી છે. એના માટે રેકોર્ડિંગ પણ સેવ કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક નોટ્સ બનાવી દે છે એવા સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. આ માટે એને દરેક ફોન કોલ સાંભળવા માટેની પરવાનગી આપવી પડે છે. અથવા તો એ રેકોર્ડિંગને એનાલાઇઝ કરવાની પરવાનગી આપવી પડે છે. 2026માં પ્રાઇવસીને લઈને આ ખૂબ જ મોટું જોખમ ઊભું કરી શકે છે. એ કાનૂની દાવપેચની આંટીઘૂટીમાં પણ આવી શકે છે. આ માટે કંપનીઓ દ્વારા વધુ સાવધાની રાખવી પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!