HomeAll3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં? સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ...

3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં? સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અપનાવશે નિયમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ એક પરિવાર એક હોદ્દો નિયમ અપનાવશે. 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ભાજપ ટિકિટ નહી આપે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કવાયત તેજ શરૂ કરી છે. બિનસત્તાવાર રીતે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચોક્કસ ગાઈડલાઈન સાથે ઉમેદવારોની પસંદગી જવાબદારોને સૂચના મુજબ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યની મહાનરપાલિકાઓમાં ચૂંટાયેલા પ્રજાના જનપ્રતિનિધિઓની પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે.

રાજ્યમા SIR ની પ્રક્રિયા ચાલી રહી હોવાના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે વહીવટદારને શાસન લાગુ કર્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments