
જો તમે પણ 3,000 રૂપિયાનો એનુઅલ FASTag પાસ જારી કર્યો છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જી હા… NHAI દ્વારા વાર્ષિક FASTag પાસ ધારકો માટે આગામી 30 દિવસમાં એક નવી સુવિધા આપવાની વાત કહી છે.

લગભગ બે મહિના પહેલા NHAI દ્વારા કાર માલિકોને મોટી રાહત આપતા 3,000 રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ પાસની શરૂઆત થયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે. નેશનલ હાઇવે એપ દ્વારા તમે ઓનલાઈન 3,000 રૂપિયાનો પાસ જારી કરીને 200 ટ્રિપ માટે અથવા એક વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો. હવે NHAIએ જાહેરાત કરી છે કે, તે નેશનલ હાઈવે યુજર્સ માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે.

એન્ટ્રી અને એગ્ઝિટ થવાના ટાઈમે જોવા મળશે બધી માહિતી આ માહિતી પ્રદર્શિત કરવાનો હેતુ ટ્રાન્સપેરેન્સી વધારવા અને યુઝર્સને જાગૃત કરવાનો છે.

NHAIએ તેની ફિલ્ડ ઓફિસને આ માહિતી સ્પષ્ટ અને મુખ્ય રીતે તમામ ટોલ પ્લાઝા પર પ્રદર્શિત કરવા સૂચના આપી છે. ત્યારબાદ તમને ટોલ ક્રોસ કરવા પર ડિસ્પલે પર જાણકારી મળશે કે તમારી કેટલી વિઝિટ બાકી છે અને આ ક્યાં સુધી વેલિડ છે. NHAI અનુસાર, માસિક અને વાર્ષિક પાસની માહિતી ટોલ પ્લાઝા નજીકના ગ્રાહક સેવા વિસ્તારમાં અને એન્ટ્રી/એગ્ઝિટ પરના સાઇનબોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવશે.

30 દિવસની અંદર સાઇનબોર્ડ લગાવવાનો આદેશઆ સાઇનબોર્ડ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં હશે. બોર્ડ દિવસ અને રાત સ્પષ્ટ રીતે દેખાતા હોવા જોઈએ. NHAIએ 30 દિવસની અંદર આ બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે.

વાર્ષિક પાસ સંબંધિત માહિતીનો વધુ પ્રસાર કરવા માટે NHAI તેને ‘રાજમાર્ગયાત્રા’ મોબાઇલ એપ્લિકેશન અને સંકળાયેલ પ્રોજેક્ટ વેબસાઇટ પર પણ અપલોડ કરશે. ‘લોકલ માસિક પાસ’ ટોલ પ્લાઝાના 20 કિમી ત્રિજ્યામાં રહેતા લોકો માટે છે. આ પાસ પ્રાઈવેટ કાર માટે છે.

150 ટોલ પ્લાઝા પર કામ કરે છે વાર્ષિક પાસ’લોકલ માસિક પાસ’ મેળવવા માટે તમારે તમારું આધાર કાર્ડ, વાહન નોંધણી પ્રમાણપત્ર અને સરનામાનો પુરાવો આપવો આવશ્યક છે. ટોલ પ્લાઝાના હેલ્પડેસ્ક પર દસ્તાવેજ ચકાસણી પછી જારી કરવામાં આવે છે.

આ ઉપરાંત વાર્ષિક પાસ પ્રાઈવેટ વાહનો જેમ કે, કાર, જીપ અથવા વાન માટે છે. તે એક વર્ષ અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ માટે માન્ય છે. તેની કિંમત 3,000 રૂપિયા છે અને તે રાજમાર્ગયાત્રા એપ દ્વારા ખરીદી શકાય છે.

એકવાર ખરીદી લીધા પછી પાસ ડિજિટલી રીતે કારના માન્ય FASTag સાથે લિંક થઈ જાય છે. આ પાસ દેશભરના આશરે 1150 ટોલ પ્લાઝા પર કામ કરે છે.















