આ આખે આખા મામલાની શરૂઆત રિઝર્વ બેંકે આપેલા એક દિશા નિર્દેશ બાદ થઈ. રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે. આ વાતે વધારે તૂત ત્યારે પકડયું જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને સલાહ આપી કે સરકારે 500 રૂપિયા અને તેનાથી વધારે કિંમતની ચલણી નોટો બંધ કરી દેવી જોઈએ.

શું હતી આખી બાબત:રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને એક દિશા નિર્દેશ જાહેર કર્યું હતું, કે એટીએમમા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવે, અને આ દિશા નિર્દેશ બાદ દેશના નાણાકીય બાબતોના જાણકાર લોકો પોત પોતાની રીતે આ દિશા નિર્દેશને જોવા લાગ્યા. એક જાણકારે તો ત્યાં સુધી કહી દીધું કે એટીએમમાં પહેલા 100 અને 200ની નોટોનું સર્ક્યુલેશન વધારવામાં આવશે, અને ત્યાર બાદ ધીરેથી બજારમાંથી 500ની નોટ દૂર કરવામાં આવશે.

જાણો શું છે સત્ય: 500ની નોટ બંધ થવાની વાતોએ બજારમાં જ્યારે જોર પકડી લીધું, ત્યારે સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીને એક ટ્વિટ કરવાની ફરજ પડી. પીઆઇબીની આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક યુટ્યુબ ચેનલ જેનું નામ કેપિટલ ટીવી છે, તેમને 500ની નોટ બંધ થવાના જે સમાચાર જાહેર કર્યા છે, એ સમાચારમાં કોઈ સત્યતા નથી. સરકારની ફેક્ટ ચેક યુનિટ પીઆઇબીએ આ સમાચારને ફેક ન્યૂજ કહ્યા છે. પીઆઇબીનું કહેવું છે કે રિઝર્વ બેંક તરફથી આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. 500 ની નોટ કાર્યરત રહેશે.


























