HomeAll6 વર્ષ અગાઉ લોન્ચ કરેલા ચંદ્રયાન 2 એ આપી ગુડ ન્યૂઝ, ISRO...

6 વર્ષ અગાઉ લોન્ચ કરેલા ચંદ્રયાન 2 એ આપી ગુડ ન્યૂઝ, ISRO એ શેર કરી માહિતી

6 વર્ષ અગાઉ લોન્ચ કરેલા ચંદ્રયાન-2એ ગુડ ન્યૂઝ આપી છે. ISROએ શનિવારે એક અપડેટ આપતા કહ્યું હતું કે, તેણે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની ઊંડી સમજ મેળવવા માટે ચંદ્રયાન-2 મિશનના ઓર્બિટરમાંથી એડવાન્સ ડેટા એકત્રિત કર્યા છે, જેમાં ચંદ્રની સપાટીના ભૌતિક અને ડાઈલેક્ટ્રિક ગુણધર્મોનું વર્ણન કરતા પરિમાણો પણ સામેલ છે.

ISROએ એક નિવેદનમાં કહ્યું કે, ભવિષ્યમાં ચંદ્રના અધ્યયન માટે મોકલવામાં આવતા મિશનની દિશમાં ભારતનું પ્રમુખ મૂલ્ય સંવર્ધન છે.ISRO એ શેર કરી માહિતી નિવેદન પ્રમાણે ચંદ્રયાનના-2નું ઓર્બિટર 2019થી ચંદ્રની કક્ષામાં છે અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટા પ્રદાન કરી રહ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓર્બિટર પર રહેલ પેલોડ ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR) એ પ્રથમ સાધન છે જેણે L-બેન્ડનો પૂર્ણ-પોલરિમેટ્રિક મોડમાં ઉપયોગ કરીને અને સૌથી હાઈ રિઝોલ્યુશન (25 મીટર/પિક્સેલ)માં ચંદ્રનો નકશો બનાવ્યો છે.

આ અદ્યતન રડાર મોડ ઊભી અને આડી બંને દિશામાં સિગ્નલો મોકલે છે અને પ્રાપ્ત કરે છે, જેના કારણે તેને સપાટીના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે આદર્શ સમજવામાં આવે છે. ISROએ કહ્યું કે, ચંદ્રયાન-2ના લોન્ચ પછી ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશો (80 થી 90 ડિગ્રી અક્ષાંશ)ના નકશા બનાવવા માટે લગભગ 1,400 રડાર ડેટાસેટ એકત્રિત અને પ્રોસેસ્ડ કરવામાં આવી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના વૈજ્ઞાનિકોએ ડેટાસેટનો ઉપયોગ કરીને પાણી-બરફની સંભવિત હાજરી, સપાટીની ખરબચડી અને ડાઈલેક્ટ્રિક સ્થિરાંકના સબંધમાં એડવાન્સ ડેટા અલ્ગોરિધમ તૈયાર કર્યા છે. ડાઈલેક્ટ્રિક સ્થિરાંક એ એક મહત્વપૂર્ણ વિદ્યુત ગુણધર્મ છે જે ચંદ્રની સપાટીની ઘનતા અને છિદ્રાળુતા જેવી લાક્ષણિકતાઓનું વર્ણન કરે છે.

ISROના જણાવ્યા પ્રમાણે પૂર્ણ-ધ્રુવીય ડેટાનું વિશ્લેષણ કરવા માટેના અલ્ગોરિધમ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને ISROએ તેને સંપૂર્ણપણે સ્વદેશી રીતે તૈયાર કર્યા છે.

અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે, ચંદ્રના ધ્રુવીય પ્રદેશો વિશે પ્રથમ ક્રમની માહિતી એકત્રિત કરવા માટે આ એડવાન્સ ડેટા અલ્ગોરિધમ્સ મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે, આ ક્ષેત્રોમાં સૌરમંડળની પ્રારંભિક રાસાયણિક રચના સંરક્ષિત રહી હશે, જે ગ્રહોના વિકાસના ઘણા પાસાઓને સમજવા માટે મહત્વપૂર્ણ પુરાવો છે.

ડેટા અલ્ગોરિધમ્સની હંમેશાથી માગ રહી છેISROએ કહ્યું કે, ચંદ્રના ધ્રુવીય પ્રદેશો પર ઉપયોગ માટે તૈયાર કરાયેલા આવા ડેટા અલ્ગોરિધમ્સની હંમેશાથી માગ રહી છે કારણ કે તે ભવિષ્યના ચંદ્ર સંશોધન મિશન માટે ધ્રુવીય પ્રદેશોની વિશેષતાઓને દર્શાવતી સમગ્ર માહિતી પ્રદાન કરશે. આ અલ્ગોરિધમ ચંદ્ર પર ખનિજોના વિતરણના અભ્યાસમાં હાઈપરસ્પેક્ટ્રલ ડેટાનો પૂરક છે.

અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે ધ્રુવીય નકશામાં મુખ્ય રડાર પરિમાણો શામેલ છે જે ચંદ્રની સપાટી અને ઉપસપાટીની ભૌતિક અને ડાઈલેક્ટ્રિક વિશેષતાઓ પર પ્રકાશ પાડે છે.

તેમણે કહ્યું કે, ‘ચંદ્રયાન-2 ઓર્બિટરમાંથી પ્રાપ્ત એડવાન્સ ડેટાની મદદથી તૈયાર કરાયેલ ધ્રુવીય નકશા અલ્ગોરિધમ્સ (લેવલ 3C) યુઝર્સ માટે જારી કરવામાં આવ્યા છે અને ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન ડેટા સેન્ટર (ISSDC) દ્વારા પ્રદાન કરવામાં આવેલી વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!