
પાન કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં 1 એપ્રિલ 2026 થી મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફાર નવા આવેદન અને જૂના પાનમાં અપડેટ બંને પર લાગું થશે. આધાર દ્વારા પાન બનાવવાની સરળ પ્રક્રિયા ખતમ થશે.

હવે વધારે ડોક્યુમેન્ટ આપવા પડશે. સરકાર નવા પાન આવેદન ફોર્મ પણ લાવવા જઈ રહી છે. એક એપ્રિલથી જૂના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. પાન કાર્ડમાં નામ આધાર મુજબ જ હશે. અલગ નામ રાખવાની સુવિધા રહેશે નહીં. નવા નિયમો હેઠળ પાન આવેદન માટે જન્મ પ્રમાણપત્ર, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા મેટ્રિક સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ આપવા પડશે.

એસબીઆઈએ એફડીના દરો વધાર્યા :-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોને 0.25 ટકા સુધી વધારી દીધાં છે. આ વધારો 3 કરોડ રૂપિયાથી વધારેના રોકાણ પર કરવામાં આવ્યો છે. જોકે, 3 કરોડ રૂપિયાથી ઓછા ડિપોઝિટ પર જૂના વ્યાજ દરો જ લાગું રહેશે. સામાન્ય ગ્રાહકોને 5.35 ટકાથી 6.50 ટકા સુધી વ્યાજ મળશે.

બેંકિંગ નિયમો બદલાયા :-
એચડીએફસી, પીએનબી અને બંધન બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનના નવા નિયમો લાગું કરવાની જાહેરાત કરી છે. એચડીએફસીએ યુપીઆઈ દ્વારા એટીએમથી કેશ ઉપાડવાને હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

ફ્રી લિમિટથી વધારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. પીએનબીએ પોતાનાં કેટલાક ડેબિટ કાર્ડ્સ પર દૈનિક ઉપાડ મર્યાદા 1,00,000 થી ઘટાડીને 50,000 રૂપિયા કરી દીધી છે. બંધન બેંકના ગ્રાહકો દર મહિને 5 ફ્રી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકશે.











