HomeAllઆધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો...

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે

UIDAI દ્વારા આધાર કાર્ડધારકોની સુરક્ષા અને સુવિધા માટે એક નવી પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે ગમે ત્યાં KYC કરાવવા માટે આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપતા હોઈએ છીએ, જેમાં આધાર નંબર લીક થવાનો ભય રહે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે UIDAI હવે ‘ઓફલાઇન e-KYC’ની સુવિધા આપી રહ્યું છે. આ એક એવી ડિજિટલ પ્રક્રિયા છે જેમાં તમારે તમારો અસલી આધાર નંબર કોઈની સાથે શેર કરવાની જરૂર નથી પડતી, છતાં તમારું વેરિફિકેશન સુરક્ષિત રીતે થઈ જાય છે. આ પદ્ધતિ ખાસ કરીને એવી જગ્યાઓ માટે આશીર્વાદરૂપ છે જ્યાં ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવા ફરજિયાત હોય છે.

ઓફલાઇન KYCના ફાયદા અને સુરક્ષા

આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં મોબાઈલ નેટવર્ક કે OTP વગર પણ વેરિફિકેશન થઈ શકે છે. આમાં ફિઝિકલ કાર્ડને બદલે સુરક્ષિત QR કોડ અથવા ડિજિટલ ફાઇલનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમમાં યુઝર નક્કી કરી શકે છે કે તેણે કઈ વિગતો શેર કરવી છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં બાયોમેટ્રિક્સ(ફિંગરપ્રિન્ટ કે આઈરિસ સ્કેન)ની પણ જરૂર પડતી નથી. UIDAI દ્વારા આ ફાઇલને ડિજિટલી સાઈન કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ છેડછાડ કરી શકાતી નથી અને જો કોઈ પ્રયાસ કરે તો સોફ્ટવેર તેને તરત જ પકડી પાડે છે.

હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો પર કડક શરતો ઝિંકતા ઈરાનના પ્રસ્તાવે વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. ઈરાને કહ્યું છે કે, હવે જે પણ જહાજે હોર્મુઝમાંથી પસાર થવું હોય તો તેણે ‘રિયાલ’માં ટ્રાન્ઝિટ ફી ચુકવવી પડશે. એટલું જ નહીં ઈરાનમાં ફરજિયાત બેંક ખાતુ હોવાનો પણ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો છે. ઈરાનનું આ વલણ સામે આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકાર શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન જહાજો પાસેથી ફી વસૂલવાનું તાત્કાલીક બંધ કરે.

હોર્મુઝમાં જહાજો પાસેથી ફી લેવાનો પ્રસ્તાવ

મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે, ઈરાનની સંસદમાં 9 પોઈન્ટનો પ્રસ્તાવ લવાયો છે. આ પોઈન્ટમાં હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી લેવાનો પણ ઉલ્લેખ છે. ઈરાની સંસદના નેશનલ સિક્યોરિટી કમિશનના પ્રમુખે કહ્યું કે, સંસદમાં લવાયેલા પ્રસ્તાવ મુજબ હવે હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાની ચલણમાં ફી ચૂકવવી પડશે. વાસ્તવમાં ઈરાન હોર્મુઝ જળમાર્ગ પર કડક નિયંત્રણ રાખવા ઈચ્છતું હોવાથી આ પ્રસ્તાવ લાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments