
સરકારશ્રીએ ઓનલાઇન પેમેન્ટના નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી અમલી બનાવ્યા તેમ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ચેતન એમ મજીઠીયા એ જણાવ્યું કે ઓનલાઇન પેમેન્ટ અને બેંકિંગ સુરક્ષા અંગેના નવા નિયમો આવતા ઓનલાઈન ફ્રોડ બનવાની શક્યતા નહિવત રહેશે.

1 એપ્રિલ 2026 થી, ઓનલાઇન પેમેન્ટ કરવાની રીત, OTP દાખલ કરવાની પદ્ધતિ અને તમારા બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે.
ડાયનેમિક ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (Dynamic 2FA) : 1 એપ્રિલ 2026 થી આ નિયમ લાગુ થશે. આનો અર્થ એ છે કે હવે તમારા દરેક પેમેન્ટની તપાસ કરવામાં આવશે કે તે ક્યાંથી કરવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનશોટ અને રેકોર્ડિંગ પર પ્રતિબંધઃ હવે તમે બેંકિંગ એપમાં સ્ક્રીનશોટ લઈ શકશો નહીં કે સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકશો નહીં. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે સ્કેમર્સ `AnyDesk’ જેવી એપ દ્વારા તમારી સ્ક્રીન રેકોર્ડ કરીને OTP અને પાસવર્ડ જાણી લેતા હોય છે.

રાત્રિના વ્યવહારો લોક કરવાની સુવિધાઃ બેંકોએ તેમની એપ્લિકેશનમાં એવી સુવિધા આપી છે કે તમે ઈચ્છો તો રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી તમારા વ્યવહારો (Transactions) લોક કરી શકો છો. આ સમય દરમિયાન તમારા ખાતામાંથી કોઈ એક રૂપિયો પણ ઉપાડી શકશે નહીં.

ચોથો નિયમ – માલવેર ચેતવણીઃ જો તમે તમારા ફોનમાં કોઈ છેતરપિંડી કરનારી એપ અથવા વાયરસ (Malware) ડાઉનલોડ કરશો, તો તરત જ તમને ચેતવણીનું નોટિફિકેશન મળશે.

પાંચમો નિયમ – OTP સિસ્ટમમાં ફેરફારઃ હવે SMS દ્વારા આવતા OTP બંધ કરવામાં આવશે. તેના બદલે, તમે જે બેંકિંગ એપનો ઉપયોગ કરો છો તેની અંદર જ તમને OTP મળશે.

છઠ્ઠો નિયમ – સુરક્ષા પ્રશ્નેોઃ દરેક મોટા ટ્રાન્ઝેક્શન પર તમને વધારાના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. દાખલા તરીકે, જો તમે સામાન્ય રીતે 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો છો અને અચાનક 50,000 કે 1 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરો છો, તો તમને તમારી માતાનું નામ અથવા તમારી શાળાનું નામ જેવા સુરક્ષા પ્રશ્નેો પૂછવામાં આવશે. જો જવાબ સાચો હશે તો જ પેમેન્ટ થશે.

સાતમો નિયમ – બિહેવિયર બાયોમેટ્રિક્સ (Behavior Biometrics) : તમારી બેંકિંગ એપ તમારી ટાઇપ કરવાની રીત, ટાઇપિંગ સ્પીડ અને તમે સ્ક્રીનનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના આધારે ઓળખશે કે તમે પોતે જ એપ વાપરી રહ્યા છો કે બીજું કોઈ.

આઠમો અને અંતિમ નિયમ – આધાર અને બાયોમેટ્રિક્સઃ જો તમે બેંકિંગ એપ દ્વારા મોટી રકમ (જેમ કે 5 લાખ, 8 લાખ કે 10 લાખ) ટ્રાન્સફર કરો છો, તો આધાર લિંક, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ સ્કેન ફરજિયાત હશે. આ વગર પેમેન્ટ થઈ શકશે નહીં.

મિત્રો, આ માહિતી તમારા બધા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. દરેકને જાગૃત કરો.છેતરપિંડી કરનારાઓ અને ઓનલાઇન સ્કેમર્સથી બચો અને ડિજિટલ એરેસ્ટ અને બેંકિંગ ફ્રોડથી સાવધાન રહેવા ખાસ અનુરોધ કરેલ છે.








