
મોરબીમાં રહેતી 10 વર્ષની અરાહી મોનિષભાઈ પટેલએ ઇન્ડિયા ટોપ મોડેલ સીઝન-7 માં મોરબી ખાતે ઓડિશન આપેલ હતું ત્યારદાબ ફાઇનલમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે સિલેક્ટ થઇ હતી.

અને ફાઇનલમાં બે ટાઇટલ જીત્યા હતા. મોસ્ટ કોન્ફિડેન્સ અને India’s Top Model માં 3rd રેન્ક પ્રાપ્ત કર્યો અને બે એવોર્ડ પ્રાપ્ત કાર્ય હતા.
આ પ્રતિયોગિતાનું આયોજન અગ્રવાલ પ્રોડક્શનના હાઉસ, બોમ્બેના આકાશ મિત્તલ દ્વારા

કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી બધાએ ભાગ લીધો હતો અરાહીએ સફળતાનો શ્રેય તેમના માતા-પિતાને આપ્યો છે. મોરબીની ન્યુ ગ્લોબલ એરાં સ્કૂલમાં અભ્યાસ કરતી આરાહીએ રાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરી મોરબી સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રતિયોગિતાનું પ્રસારણ બહુ જલ્દી વિભિન્ન ટીવી ચેનલોમાં પ્રસારિત થવાનું છે.

























