HomeAllPM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા...

PM પોષણ શક્તિ યોજના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ રાજ્યભરમાં કાર્યરત હજારો સેવકોના મુદ્દાઓને લઈ આજે ભારતીય મજદૂર સંઘ – ગુજરાત પ્રદેશ સંલગ્ન કર્મચારી સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવાયું.

આ રજૂઆતમાં પોષણ શક્તિ યોજના હેઠળ કાર્યરત રસોઈયાઓ અને સંચાલકોની તાત્કાલિક અને જરૂરી માંગણીઓ સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંગઠનનું કહેવું છે કે રાજ્યની ૩૨,૦૦૦ શાળાઓમાં કાર્યરત કર્મીઓ છેલ્લા ઘણા સમયથી અન્યાયનો ભોગ બની રહ્યા છે અને તેમની નિષ્ઠાપૂર્વકની સેવાને સરકાર દ્વારા યોગ્ય માન્યતા મળતી નથી.

મુખ્ય માંગણીઓમાં સામેલ છે:

  1. યોજનાનું ખાનગીકરણ તાકીદે રોકવામાં આવે : કેન્દ્રિય રસોડાના ટેન્ડરથી સ્થાનિક શાળાઓમાં તાજું અને પોષણયુક્ત ભોજન પૂરું પાડતી પદ્ધતિ પર વિપરીત અસર પડે છે. આ ટેન્ડર રદ કરવાની માંગણી છે.
  2. જથ્થા અને સામગ્રી સમયસર ઉપલબ્ધ થાય: રાજ્ય સરકારની અયોગ્ય પરમીટ અને વિલંબથી તાત્કાલિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેલ અને કઠોળ જેવી કાચી સામગ્રી અન્ય રાજ્યોની જેમ સીધી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ.
  3. સંચાલકોને શાળા સહાયકનો દરજ્જો આપવામાં આવે:
  4. શાળાઓમાં મેનેજર તરીકે કાર્યરત સંચાલકોને શાળા સહાયક તરીકે માન્યતા આપવા જણાવાયું.
  5. માનદ વેતનમાં સમાનતા:
  6. ગ્રામ્ય વિસ્તારમાં ૮ કલાકનું સતત શ્રમ આપતા રસોઈયાઓને શહેરી વિસ્તારોની ખાનગી સંસ્થાઓના ઓછી કામગીરી કરતા કર્મીઓની સરખામણીએ એકસરખું વેતન મળતું હોવાથી આ અસમાનતા દૂર કરવાની માંગ.
  7. અકસ્માત વખતે વળતર અને ઈલાજની યોગ્ય વ્યવસ્થા: રસોઈયાઓ અગ્નિસભર વાતાવરણમાં કાર્ય કરતા હોવાને કારણે દુર્ઘટનાની સંભાવના હોય છે. આવા સમયે તાત્કાલિક વળતર અને સરકારી ખર્ચે ઈલાજ માટે ખાસ જોગવાઇ કરવાની માંગણી.
  8. શ્રમ અને રોજગાર વિભાગના લાભો લાગુ કરવામાં આવે: ૮ કલાક કામ કરતા હોવા છતાં રસોઈયાઓને શ્રમિક હક્કો મળતા નથી. તેમને પણ તમામ શ્રમ અધિકારો પ્રાપ્ત થાય એ માટે માગણી ઉઠાવવામાં આવી.

આ તમામ માંગણીઓ અંતે એ હેતુ સાથે રજૂ કરવામાં આવી છે કે – “રાષ્ટ્ર હિત પહેલા, યોજના હિત બીજું અને શ્રમિક હિત ત્રીજું” – તેવી ભાવનાથી આ માનદ સેવકો રાજ્યના ભવિષ્યરત બાળકોના પોષણ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ અને મહામંત્રી સહિતની આગેવાનીમાં કર્મચારીઓ એકત્રિત થઈ આ આવેદનપત્ર સત્તાવાર રીતે સોંપાયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!