HomeAllઆવી રહ્યો છે વરસાદનો ભયંકર રાઉન્ડ! જન્માષ્ટમીની મજામાં પડશે ભંગ, 7 દિવસ...

આવી રહ્યો છે વરસાદનો ભયંકર રાઉન્ડ! જન્માષ્ટમીની મજામાં પડશે ભંગ, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં સાતમ-આઠમના તહેવાર વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી 15થી 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આજે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. 18થી 20 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

16 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.

17 ઓગસ્ટના રોજ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરુચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

18 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!