
1 એપ્રિલ, 2026થી Income Tax Act, 2025 લાગુ થઈ જશે, જે હજુ સુધી ચાલી રહેલા Income Tax Act, 1961ની જગ્યા લેશે. નવો કાયદો લાગુ કરવાનો ઉદ્દેશ કાયદેસર ભાષાને સરળ બનાવવી, અસ્પષ્ટતા અને મુકદ્દમા ઘટાડવા માટે છે.

જો કે, નવા નિયમ લાગુ થઈ જશે, પરંતુ ટેક્સ સિસ્ટમના મુખ્ય ઢાંચાને જાળવી રાખવામાં આવશે. તેનાથી ટેક્સ નિયમોને વ્યક્તિઓ અને બિઝનેસ માટે સમજવા સરળ થશે અને સરળ ટેક્સ વ્યવસ્થામાં સ્વૈચ્છિક પાલન વધશે.

12 લાખ સુધીની કમાણી પર ટેક્સ નહીં- 2025ના બજેટમાં જાહેર ટેક્સ રાહત આગામી વર્ષે પણ ચાલુ રહેશે. નવા ટેક્સ રિજીમમાં 12 લાખ સુધીની વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સંરચનામાં છૂટ કે કપાત નહીં મળે, પરંતુ ટેક્સ સ્લેબ ઓછા દરો પર આધારિત છે. 4-8 લાખની કમાખણી પર 5 ટકા ટેક્સ અને 24 લાખથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ.

સિગરેટ અને પાન મસાલા પર ટેક્સ- સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારી તારીખો મુજબ 2026માં બે નવા ટેક્સ નિયમ અમલમાં આવશે. આમાં સિગારેટ પર વધારાની એક્સાઇઝ ડ્યુટી અને પાન મસાલા પર નવો સેસ શામેલ છે. ચોક્કસ વપરાશ શ્રેણીઓમાંથી આવક વધારવા માટે હાલના GST દરો ઉપરાંત આ લાદવામાં આવશે.

GST રેટ્સમાં સુધારો હવે સ્થિર તબક્કામાં- આગામી વર્ષે GST રેટ્સમાં મોટી કપાત યોજના નથી. જોકે, 2026એ તર્કસંગત GST માળખાનું પ્રથમ પૂર્ણ વર્ષ હશે, જે સપ્ટેમ્બર 2025માં અમલમાં આવ્યું હતું. આ સુધારાથી 375 વસ્તુઓ અને સેવાઓ પર GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો. GSTને મુખ્યત્વે બે સ્લેબમાં સરળ બનાવવામાં આવ્યો હતો: 5% અને 18%. ‘Sin goods’ પર હાઈ ટેરિફ યથાવત રહેશે.

હવે કસ્ટમ ડ્યૂટિ સુધારા પર ફોકસ- GST અને ઈનકમ ટેક્સમાં સુધારા બાદ, 2026માં કસ્ટમ ડ્યૂટિ રિફોર્મ પ્રાથમિક એજન્ડા હશે. સરકારે 2025–26ના બજેટમાં સાત વધારાના દરો દૂર કરીને કસ્ટમ્સ ટેરિફ સ્લેબ ઘટાડીને આઠ કરી દીધા છે. સરકાર કસ્ટમ્સ વહીવટમાં ફેસલેસ એસેસમેન્ટ અને ડિજિટલ વર્કફ્લો લાગુ કરવાની યોજના પર પણ કામ કરી રહી છે.

શું છે ટાર્ગેટ?- તેનો ઉદ્દેશ્ય વિલંબ ઘટાડવાનો, પાલન ખર્ચ ઘટાડવાનો અને નિકાસ-આયાત પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને આગાહી વધારવાનો છે.










