HomeAllઆવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં...

આવતીકાલથી દેશભરમાં નવી ચેક સિસ્ટમ થશે લાગુ, 1-2 દિવસ નહીં પરંતુ કલાકોમાં ખાતામાં જમા થઈ જશે પૈસા

આવતીકાલે એટલે કે, 4 ઑક્ટોબર, 2025થી દેશભરમાં નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ અમલમાં આવશે, જે ચેક ક્લિયરિંગ સિસ્ટમને નોંધપાત્ર રીતે ઝડપી બનાવશે. તે બેચ-આધારિત પ્રક્રિયા બદલીને ચેક જમા થયા પછી તરત જ ક્લિયરિંગ અને સેટલમેન્ટ થઈ જશે. આ ફેરફારનો અર્થ એ છે કે, ચેક ફંડ હવે 1-2 કાર્યકારી દિવસને બદલે થોડા કલાકોમાં તમારા બૅંક એકાઉન્ટમાં જમા થઈ જશે.

રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) એ 3 ઑક્ટોબરના રોજ ટ્રાયલ રનનું આયોજન કરીને શેડ્યુલ બનાવ્યું છે, જેથી એ ખાતરી કરી શકાય કે બૅંકો અધિકૃત રીતે લોન્ચ માટે તૈયાર છે. તમારે આ ફેરફારો વિશે જાણવું જોઈએ અને તે તમને કેવી રીતે અસર કરશે તે વિશેની માહિતી અહીં આપવામાં આવી છે.

ચેક ક્લિયરિંગમાં શું ફેરફાર

નવી સિસ્ટમ હેઠળ હવે ચેક ફિક્સ્ડ બેચમાં પ્રોસેસ કરવામાં નહીં આવે. બૅંકો સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પ્રેઝન્ટેશન સત્ર દરમિયાન સતત ચેક સ્કેન કરશે અને મોકલશે. હવે, દરેક ચેક લગભગ રિયલ ટાઇમમાં ક્લિયર થઈ જશે, ક્લિયરિંગ સમય વર્તમાન T+1 દિવસથી ઘટાડીને માત્ર થોડા કલાકોમાં થઈ જશે.

નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરશે

સવારે  10થી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેક તાત્કાલિક સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે.

બૅંકો સવારે 11 વાગ્યાથી દર કલાકે ચુકવણીઓ સેટલમેન્ટ કરાશે.

પ્રથમ તબક્કો  (4 ઑક્ટોબર, 2025- 2 જાન્યુઆરી, 2026)

બૅંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક કન્ફર્મ કરવા પડશે; નહીંતર ચેક આપમેળે ક્લિયર થઈ જશે.

બીજા તબક્કો (3 જાન્યુઆરી, 2026થી)

બૅંકો પાસે દરેક ચેક કન્ફર્મ કરવા માટે માત્ર 3 કલાકનો સમય હશે. ઉદાહરણ તરીકે, સવારે 10થી સવારે 11 વાગ્યા સુધીમાં મળેલા તમામ ચેકને બપોરે 2 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવાની જરૂર પડશે.

સેટલમેન્ટ પૂર્ણ થયા પછી બૅંક સામાન્ય સુરક્ષા પગલાં જાળવી રાખીને ગ્રાહકોને 1 કલાકની અંદર પૈસા રિલીઝ કરશે.

વર્તમાન સિસ્ટમ કરતાં કેવી રીતે સારી

હાલમાં, ચેક ક્લિયર થવામાં 1-2 કાર્યકારી દિવસો લાગે છે.

ફંડ થોડા કલાકોમાં ખાતાઓ સુધી પહોંચી શકે છે

દેશભરમાં ક્લિયરિંગ સ્પીડ એક સરખી રહેશે

ચેક સ્ટેટસ ટ્રેકિંગ સરળ અને વધુ પારદર્શક બનશે

આ બૅંકો માટે સેટલમેન્ટ જોખમ પણ ઘટાડશે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!