HomeAllખતરનાક વલણ: એઆઈ હવે ખોટું બોલે છે, ધમકી આપે છે, તર્ક કરે...

ખતરનાક વલણ: એઆઈ હવે ખોટું બોલે છે, ધમકી આપે છે, તર્ક કરે છે!: એડવાન્સ એઆઈથી ચિંતા

એન્થ્રોપિકના એડવાન્સ મોડેલ કલાઉડ – 4એ એક એન્જિનીયરને બ્લેકમેલ કર્યો! તેના લગ્નેતર સંબંધો ઉઘાડા પાડવાની ધમકી આપી!

આપણે ત્યાં ભગવાનને લઈને ઉકિત છે. તારા બનાવેલા તને બનાવે છે! હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે માણસે બનાવેલ એઆઈ રોબોટ માણસને બનાવે છે!વાત એમ છે કે એઆઈમાં હવે માણસના અપલખણ પ્રવેશવા માંડયા હોય તેણે બનાવ બહાર આવ્યા છે. સૌથી એડવાન્સ એઆઈ મોડેલોનાં વિપરીત (આજ્ઞાંકીત નહીં) વ્યવહારોએ નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી છે.

આદેશ માનવાવાળા આ એઆઈ હવે ખોટુ બોલવા પ્લાન કરવા અને માલિકને ધમકાવવા જેવી હરકતો કરી રહ્યા છે.તેમનામાં આ પ્રકારના પ્રોગ્રામ ફિટ નહોતા કરાયા, તેઓ ખુદ તે શીખી રહ્યા છે. હાલમાં જ આવા અનેક ઉદાહરણો બહાર આવ્યા છે.

તાજેતરનું ઉદાહરણ એન્થ્રોપિકનાં એડવાન્સ મોડેલ કલાઉડ-4 નુ છે.તેણે એક એન્જીનીયરને આદેશ માનવાવાળા આ એવા જ હવે ખોટુ બોલવા પ્લાન કરવા અને માલિકને ધમકાવવા જેવી હરકતો કરી રહ્યા છે. તેમનામાં આ પ્રકારનાં પ્રોગ્રામ ફિટ નહોતા કરાયા તેઓ ખુદ તે શીખી રહયા છે.

હાલમાં જ આવા અનેક ઉદાહરણો બહાર આવ્યા છે.તાજેતરનું ઉદાહરણ એન્થ્રોપિકના એડવાન્સ મોડેલ કલાઉડ-4 નું છે.તેણે એક એન્જીનીયરને બ્લેક કર્યો હતો. ત્યાં સુધી કે તેના લગ્નેતર સંબંધો ખુલ્લા પાડી દેવાની ધમકી આપી દીધી હતી!

આવો વ્યવહાર 100 માંથી 84 પરિક્ષણોમાં રિપીટ થયો હતો. ચેટજીટીપી બનાવનાર કંપની ઓપનએઆઈના મોડેલ ઓ-1એ ખુદને બહારનાં સર્વર પર ડાઉનલોડ કરવાની કોશીશ કરી હતી અને રંગેહાથ પકડાઈ જવાનો ઈન્કાર પણ કર્યો હતો.

હાલ તો એઆઈ શોધકર્તા હજુ પણ પુરી રીતે નથી સમજી શકતા કે તેની પોતાની રચના (એઆઈ) કેવી રીતે કામ કરે છે. આમ છતાં દુનિયામાં એઆઈના શકિતશાળી મોડેલ વિકસીત કરવાની દુનિયામાં દોડ ખતરનાક રીતે ચાલુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!