HomeAllઅમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરશે દુર્ઘટનાની સંપુર્ણ તપાસ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરશે દુર્ઘટનાની સંપુર્ણ તપાસ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ મુજબ AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ આવશે અને તપાસ કરશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેન ક્રેશની દુર્ઘટના શા માટે ઘટી? શું કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી? કે પછી બીજું કાંઈ કારણ હતું, તે તમામ સત્ય જાણવા AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) તપાસ હાથ ધરશે.

આજે ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. ક્રેશ થયેલા એર ઇન્ડિયા ડ્રીમલાઇનર બોઇંગ 787 વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. હવે મળતી માહિતી મુજબ, આ ક્રેશની ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કરશે એવી માહિતી એક અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન સહિત અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ, AAIB ભારતીય હવાઈ ક્ષેત્રમાં કાર્યરત વિમાનોની સલામતી સંબંધિત ઘટનાઓને અકસ્માતો અને ગંભીર ઘટનાઓમાં વર્ગીકૃત કરવા માટે જવાબદાર છે. તે અકસ્માતોની વિગતવાર તપાસ કરે છે અને સલામતી સુધારવા માટે વિવિધ પગલાં પણ સૂચવે છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પ્રારંભિક અહેવાલોથી વાકેફ છીએ અને વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”

મળતી માહિતી મુજબ, આજે 12 જૂન 2025ના રોજ બપોરે 1.40 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી. ટેકઓફ થયાના માત્ર 5 મિનિટ પછી, તે મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. જેમાંથી 240 જેટલા લોકોના મોતની માહિતી મળી રહી છે.

આ તરફ દુર્ઘટનાની માહિતી મળતા જ સરકારે પણ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને તત્કાલ બચાવ અને રાહત કામગીરીની સૂચનાઓ આપી હતી. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી તમામ પગલાં લીધાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!