India AI Impact Summit 2026માં OpenAIના CEO સેમ ઑલ્ટમેને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 2028ના AI સુપર ઇન્ટેલિજન્સનો યુગ નજીક: 2028 સુધી CEO અને વૈજ્ઞાનિકોને પાછળ છોડશે ટેક્નોલોજી

India AI Impact Summit 2026માં OpenAIના CEO સેમ ઑલ્ટમેને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 2028ના અંત સુધીમાં AI સુપર ઇન્ટેલિજન્સની ક્ષમતા મનુષ્યના દિમાગને પાછળ છોડી દેશે. દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં સેમ ઑલ્ટમેનએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ભવિષ્ય અંગે મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે સુપર ઇન્ટેલિજન્સ આવવામાં હવે માત્ર થોડાં વર્ષ બાકી છે અને 2028ના અંત સુધીમાં દુનિયાની મોટાભાગની બુદ્ધિ ક્ષમતા ડેટા સેન્ટર્સની અંદર હશે.

સેમ ઑલ્ટમેનએ કહ્યું કે AI ખૂબ જ ઝડપથી અને આશ્ચર્યજનક રીતે આગળ વધી રહ્યું છે. અમે એવી સિસ્ટમથી શરુઆત કરી હતી જે હાઇસ્કૂલના લેવલનું ગણિત પણ સારી રીતે નહોતું કરી શકતું. આજે AI રિસર્ચ-લેવલનું ગણિત કરી શકે છે અને ભૌતિકશાસ્ત્રમાં નવા પરિણામો આપી રહ્યું છે.
સુપર ઇન્ટેલિજન્સ લઈ શકે છે વધુ સારા નિર્ણય

સેમ ઑલ્ટમેનએ સ્પષ્ટ કહ્યું કે એક સમય એવો આવશે જ્યારે સુપર ઇન્ટેલિજન્સ મોટી કંપનીઓના CEO કરતાં વધુ સારા નિર્ણયો લઈ શકશે અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો કરતાં વધુ સારી રિસર્ચ કરી શકશે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે આ પાવરફૂલ AI જેટલી સંભાવનાઓ લાવે છે, એટલી જ અનિશ્ચિતતાઓ પણ સાથે લઈને આવે છે.
ભારત ભજવશે મહત્ત્વની ભૂમિકા

સેમ ઑલ્ટમેનએ ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં દર અઠવાડિયે કરોડો લોકો ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં મોટો હિસ્સો વિદ્યાર્થીઓનો છે. તેમણે કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવાને કારણે ભારત માત્ર AI બનાવશે જ નહીં, પરંતુ ભવિષ્ય કેવું હશે એ પણ નક્કી કરી શકે છે.

રોજગાર અને અર્થવ્યવસ્થા પર અસર
સેમ ઑલ્ટમેનએ સ્વીકાર્યું કે AIથી ઘણી નોકરીઓ પ્રભાવિત થશે. GPU કરતાં વધુ મહેનત કરવી મુશ્કેલ હશે, પરંતુ માનવો નવા અને વધુ સારાં કામ પણ શોધી લેશે. ટૅક્નોલૉજી હંમેશાં નોકરીઓ બદલે છે, પરંતુ એનો નાશ નથી કરતી. તેમણે તેને પેઢીગત પડકાર ગણાવ્યો અને કહ્યું કે દરેક પેઢી નવી ટૅક્નોલૉજીથી આગળ વધે છે. આજની પેઢીની એ નૈતિક જવાબદારી છે કે આગામી પેઢીને આપણાં કરતાં વધુ સારું જીવન અને સારી ટૅક્નોલૉજી મળે. સેમ ઑલ્ટમેનએ રસપ્રદ ઉદાહરણ આપતાં કહ્યું કે 500 વર્ષ પછીના લોકો કદાચ આજની અમારી નોકરીઓને બેકાર ગણશે અને અમને એવા અમીર લોકોની જેમ જોશે જે સમય પસાર કરવા માટે ગોલ્ફ જેવી રમતો રમતા હતા.
એક દેશ અથવા કંપનીના હાથમાં AIનું નિયંત્રણ ખતરનાક
સેમ ઑલ્ટમેનએ ચેતવણી આપી કે જો AI ટૅક્નોલૉજીનું નિયંત્રણ કોઈ એક કંપની અથવા દેશના હાથમાં કેન્દ્રિત થઈ ગયું, તો તે દુનિયાને બરબાદી તરફ લઈ જઈ શકે છે. તેમના મુજબ આવતા દાયકાઓનું આદર્શ ભવિષ્ય સ્વતંત્રતા, લોકતંત્ર, સમૃદ્ધિ અને માનવીય ક્ષમતાના વિસ્તરણવાળું હોવું જોઈએ. તેમણે કહ્યું કે AI પર સંયુક્ત નિયંત્રણ વધુ સુરક્ષિત રસ્તો છે. આથી કેટલીક નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તે મોટા ખતરા કરતાં સારું છે જેમાં એક શક્તિશાળી સત્તા આખી દુનિયા પર ટૅક્નોલૉજીકલ નિયંત્રણ જમાવી લે અને તાનાશાહી વ્યવસ્થા મજબૂત થઈ જાય.
ન્યૂક્લિયર વોચડૉગ જેવી એજન્સીની જરૂરી

સેમ ઑલ્ટમેનએ ચેતવણી આપી કે ઝડપથી આગળ વધી રહેલી AI ટૅક્નોલૉજી ભવિષ્યમાં એટલા શક્તિશાળી બાયો-મોડલ તૈયાર કરી શકે છે જે નવા અને ખતરનાક પેથોજન (રોગ ફેલાવનારા વાયરસ અથવા બેક્ટેરિયા) બનાવવા મદદ કરી શકે. તેમણે કહ્યું કે જો આ મોડલ ઓપન-સોર્સમાં ઉપલબ્ધ થયા તો ખોટા ઇરાદાવાળા લોકો તેનો દુરુપયોગ કરી શકે છે. આપણે દુનિયાને ધ્યાનમાં રાખીને વિચારવું પડશે કે એનાથી દુનિયાને કેવી રીતે બચાવી શકાય.

સેમ ઑલ્ટમેનના મુજબ આ માત્ર કોઈ એક કંપની અથવા દેશની જવાબદારી નથી. પરમાણુને લગતી ટૅક્નોલૉજી પર નજર રાખવા માટે International Atomic Energy Agency બનાવવામાં આવી છે. એ જ રીતે AI માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તાલમેલ અને દેખરેખની જરૂર પડી શકે છે.અંત સુધીમાં AI સુપર ઇન્ટેલિજન્સની ક્ષમતા મનુષ્યના દિમાગને પાછળ છોડી દેશે. દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં સેમ ઑલ્ટમેનએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ભવિષ્ય અંગે મોટી અને ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે કહ્યું કે સુપર ઇન્ટેલિજન્સ આવવામાં હવે માત્ર થોડાં વર્ષ બાકી છે અને 2028ના અંત સુધીમાં દુનિયાની મોટાભાગની બુદ્ધિ ક્ષમતા ડેટા સેન્ટર્સની અંદર હશે.

સેમ ઑલ્ટમેનએ કહ્યું કે AI ખૂબ જ ઝડપથી અને આશ્ચર્યજનક રીતે આગળ વધી રહ્યું છે. અમે એવી સિસ્ટમથી શરુઆત કરી હતી જે હાઇસ્કૂલના લેવલનું ગણિત પણ સારી રીતે નહોતું કરી શકતું. આજે AI રિસર્ચ-લેવલનું ગણિત કરી શકે છે અને ભૌતિકશાસ્ત્રમાં નવા પરિણામો આપી રહ્યું છે.
સુપર ઇન્ટેલિજન્સ લઈ શકે છે વધુ સારા નિર્ણય

સેમ ઑલ્ટમેનએ સ્પષ્ટ કહ્યું કે એક સમય એવો આવશે જ્યારે સુપર ઇન્ટેલિજન્સ મોટી કંપનીઓના CEO કરતાં વધુ સારા નિર્ણયો લઈ શકશે અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો કરતાં વધુ સારી રિસર્ચ કરી શકશે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે આ પાવરફૂલ AI જેટલી સંભાવનાઓ લાવે છે, એટલી જ અનિશ્ચિતતાઓ પણ સાથે લઈને આવે છે.
ભારત ભજવશે મહત્ત્વની ભૂમિકા

સેમ ઑલ્ટમેનએ ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં દર અઠવાડિયે કરોડો લોકો ChatGPTનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં મોટો હિસ્સો વિદ્યાર્થીઓનો છે. તેમણે કહ્યું કે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હોવાને કારણે ભારત માત્ર AI બનાવશે જ નહીં, પરંતુ ભવિષ્ય કેવું હશે એ પણ નક્કી કરી શકે છે.

રોજગાર અને અર્થવ્યવસ્થા પર અસર
સેમ ઑલ્ટમેનએ સ્વીકાર્યું કે AIથી ઘણી નોકરીઓ પ્રભાવિત થશે. GPU કરતાં વધુ મહેનત કરવી મુશ્કેલ હશે, પરંતુ માનવો નવા અને વધુ સારાં કામ પણ શોધી લેશે. ટૅક્નોલૉજી હંમેશાં નોકરીઓ બદલે છે, પરંતુ એનો નાશ નથી કરતી. તેમણે તેને પેઢીગત પડકાર ગણાવ્યો અને કહ્યું કે દરેક પેઢી નવી ટૅક્નોલૉજીથી આગળ વધે છે. આજની પેઢીની એ નૈતિક જવાબદારી છે કે આગામી પેઢીને આપણાં કરતાં વધુ સારું જીવન અને સારી ટૅક્નોલૉજી મળે. સેમ ઑલ્ટમેનએ રસપ્રદ ઉદાહરણ આપતાં કહ્યું કે 500 વર્ષ પછીના લોકો કદાચ આજની અમારી નોકરીઓને બેકાર ગણશે અને અમને એવા અમીર લોકોની જેમ જોશે જે સમય પસાર કરવા માટે ગોલ્ફ જેવી રમતો રમતા હતા.

એક દેશ અથવા કંપનીના હાથમાં AIનું નિયંત્રણ ખતરનાક
સેમ ઑલ્ટમેનએ ચેતવણી આપી કે જો AI ટૅક્નોલૉજીનું નિયંત્રણ કોઈ એક કંપની અથવા દેશના હાથમાં કેન્દ્રિત થઈ ગયું, તો તે દુનિયાને બરબાદી તરફ લઈ જઈ શકે છે. તેમના મુજબ આવતા દાયકાઓનું આદર્શ ભવિષ્ય સ્વતંત્રતા, લોકતંત્ર, સમૃદ્ધિ અને માનવીય ક્ષમતાના વિસ્તરણવાળું હોવું જોઈએ. તેમણે કહ્યું કે AI પર સંયુક્ત નિયંત્રણ વધુ સુરક્ષિત રસ્તો છે. આથી કેટલીક નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તે મોટા ખતરા કરતાં સારું છે જેમાં એક શક્તિશાળી સત્તા આખી દુનિયા પર ટૅક્નોલૉજીકલ નિયંત્રણ જમાવી લે અને તાનાશાહી વ્યવસ્થા મજબૂત થઈ જાય.
ન્યૂક્લિયર વોચડૉગ જેવી એજન્સીની જરૂરી

સેમ ઑલ્ટમેનએ ચેતવણી આપી કે ઝડપથી આગળ વધી રહેલી AI ટૅક્નોલૉજી ભવિષ્યમાં એટલા શક્તિશાળી બાયો-મોડલ તૈયાર કરી શકે છે જે નવા અને ખતરનાક પેથોજન (રોગ ફેલાવનારા વાયરસ અથવા બેક્ટેરિયા) બનાવવા મદદ કરી શકે. તેમણે કહ્યું કે જો આ મોડલ ઓપન-સોર્સમાં ઉપલબ્ધ થયા તો ખોટા ઇરાદાવાળા લોકો તેનો દુરુપયોગ કરી શકે છે. આપણે દુનિયાને ધ્યાનમાં રાખીને વિચારવું પડશે કે એનાથી દુનિયાને કેવી રીતે બચાવી શકાય.

સેમ ઑલ્ટમેનના મુજબ આ માત્ર કોઈ એક કંપની અથવા દેશની જવાબદારી નથી. પરમાણુને લગતી ટૅક્નોલૉજી પર નજર રાખવા માટે International Atomic Energy Agency બનાવવામાં આવી છે. એ જ રીતે AI માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તાલમેલ અને દેખરેખની જરૂર પડી શકે છે.