HomeAllએમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

એમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

ગુજરાતના 16,500થી વધુ નિકાસકારો પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ સાથે વિશ્વભરમાં ગ્રાહકોને વેચાણ કરે છે

એમેઝોન ઈન્ડિયાએ લાખો સ્થાનિક એમએસએમઈને ડિજિટલ બનાવીને રાજ્યથી નિકાસોને વેગ આપવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) મંત્રાલયના કમિશનરેટ સાથે એમઓયુ કર્યાની આજે જાહેરાત કરી હતી.

આ ભાગીદારી દ્વારા એમેઝોન અને કમિશનરેટ એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા તેમની નિકાસો શરૂ કરવા અને વધારવા માટે રાજ્યમાં વ્યવસાયો માટે વર્કશોપ યોજવા, તાલીમ આપવા અને ટેકો પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરશે.

આ ઉપરાંત એમઓયુ હેઠળ એમેઝોન ગાંધીનગરમાં સમગ્ર ભારતમાં નિકાસકારો વચ્ચે સહયોગ વધારે તથા સતત સમર્થન આપે તેવું એક્સપોર્ટ કોમ્યુનિટી-લોકલ નેટવર્ક ઊભું કરશે. તે ઇકોમર્સ અને ઇ-કોમર્સ નિકાસોની જરૂરિયાતો અંગે એમએસએમઈ કમિશનરેટના સભ્યોને તાલીમ પણ આપશે જેઓ બદલામાં સમગ્ર રાજ્યમાં એમએસએમઈ માટે તાલીમનું આયોજન કરશે.

આ એમઓયુ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) સાથેના સહયોગમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા યોજાયેલી ફ્લેગશિપ ઇવેન્ટ એવી અમદાવાદની એક્સપોર્ટ કનેક્ટ 2025ના ઉપક્રમે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 700થી વધુ નિકાસકારોએ ભાગ લીધો હતો જેમાં તેમને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વિસ્તારવામાં મદદ કરવા માટે એમેઝોન ગ્લોબલ સેલિંગની લીડરશિપ તરફથી આંતરદ્રષ્ટિ, સંસાધનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.

રાજ્યમાં 36.51 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત નિકાસોમાં મજબૂત પાયો ધરાવે છે. આ પાયો રાજ્યને નિકાસોની બાબતે ભારતની ઇ-કોમર્સ સંભાવનાઓ અનલોક કરવા માટેના એમેઝોનના વ્યાપક પ્રયાસોમાં મહત્વનો વિસ્તાર બનાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!