HomeAllઅમદાવાદની વિમાન દુર્ઘટનામાં પાયલોટ દોષી નથી : કેન્દ્ર સરકાર

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં પાયલોટ દોષી નથી : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં દુર્ઘટનાના પ્રારંભીક તપાસ રિપોર્ટમાં પાયલોટ સહિત કોઈને પણ દોષિત નથી ઠેરવાયુ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એએઆઈબીની તપાસનો ઉદેશ કોઈને દોષી ઠેરવવાનો નહીં, બલકે કારણોનો પતો લગાવવાનો છે.

જસ્ટીસ સુર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ ભારત સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આ માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તપાસ માટે કાનુની અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા મોજૂદ છે અને એએઆઈબીએ કોઈને દોષિત નથી ઠેરવ્યા.

મહેતાએ જણાવ્યું હતું કે, વચગાળાના રિપોર્ટ બાદ (પાયલોટની ભૂલના બારામાં) ગેરસમજ થઈ હતી. એટલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈને દોષી ન ઠેરવી શકાય. પાયલોટના પિતાની અરજી બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!