

અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર તનાવની જવાળા ઉઠી છે, દરમ્યાન એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીકમાં જ અમેરિકા ઇરાન પર હુમલો કરી શકે છે, જો કે વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન તરફથી આ મામલે કોઇ નિવેદન નથી.

અહેવાલો મુજબ યુએસ મિલિટરી આ વીક એન્ડ સુધીમાં ઇરાન પર હુમલો કરવા માટે તૈયાર છે. જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી આ બારામાં કોઇ અંતિમ નિર્ણય નથી લીધો. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી સેના આ હુમલા માટે પુરી રીતે તૈયાર છે. યુએસ આર્મી જંગી જહાજ ફાઇટર જેટ અને રિફ્યુર્લિંગ એરક્રાફટ તૈનાત કરી ચૂકી છે.

રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસને જણાવવામાં છે કે મીલીટરી વીક એન્ડ સુધી હુમલા માટે તૈયાર છે પરંતુ ટ્રમ્પને હજુ પણ વિશ્વાસ નથી કે આ સૌથી સાચી રીત છે. રિપોર્ટ મુજબ અમેરિકન કમાન્ડર ઇન ચીફે મિલિટરી એક્શનના પક્ષ અને વિપક્ષમાં ચર્ચા કરી છે અને સૌથી સારા એક્શનના બારામાં સલાહકારો અને સાથીઓના મંતવ્યો લીધા છે.

ટ્રમ્પે તહેરાનને વારંવાર ધમકી આપી છે કે જો ચાલી રહેલી વાતચીતમાં એ ન્યુક્લીયર ડીલની જગ્યાએ કોઇ અન્ય ડીલ નહીં બને જેને અમેરિકી પ્રેસિડેન્ટે 2018માં પોતાના પ્રથમ કાર્યકર્તા દરમિયાન તોડી નાખી હતી, તે તે આગળ મિલિટરી એક્શન લેશે. એક અમેરિકી અધિકારીના અનુસાર વોશિંગ્ટન પાસે હજુ પણ મિડલ ઇસ્ટમાં 13 વોરશિપ છે.

યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ દુનિયાનું સૌથી મોટું એરક્રાફટ કેરિયર હજુ પણ એટલાન્ટિક મહાસાગરમાં કેરેબિયનથી મિડલ ઇસ્ટના રસ્તામાં છે. જેને આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે ત્યાં જવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે ત્રણ ડિસ્ટ્રોયર છે. બીજી બાજુ અમેરિકાના વીક એન્ડમાં ઇરાન પર સંભવિત હુમલાને પગલે ઇઝરાયેલ એલર્ટ મોડમાં આવી ગયું છે. 2003માં અમેરિકાનું ઇરાક સાથે યુદ્ધ થયું હતું તે પછી પહેલીવાર અમેરિકાએ મિડલ ઇસ્ટમાં સૈન્ય કાફલો તૈનાત કર્યો છે.
















