HomeAllઅમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રી

અમેરિકા સાથે ભારતનો મોટો સોદો: લોકોને સસ્તો રાંધણગેસ મળશે: પેટ્રોલિયમ મંત્રી

ભારતે અમેરિકા સાથે એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, ભારતીય તેલ કંપનીઓ તેમના એલપીજીનો ઓછામાં ઓછો 10% યુએસ ગલ્ફ કોસ્ટથી આયાત કરશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ સોદા વિશે માહિતી આપતા કહ્યું કે સરકારે એલપીજી સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા માટે આ મોટો કરાર કર્યો છે. તેમણે કહ્યું કે આનાથી ખાતરી થશે કે દેશના લોકોને સસ્તા ગેસ સિલિન્ડર મળતા રહેશે. આ સોદા હેઠળ, ઙજઞ તેલ કંપનીઓને કરાર વર્ષ 2026 માં યુએસ ગલ્ફ કોસ્ટથી એલપીજી આયાત કરવાની જરૂૂર પડશે. ભારતીય બજાર માટે આ અમેરિકા સાથેનો પ્રથમ માળખાગત એલપીજી કરાર છે.

પુરીએ જણાવ્યું હતું કે માઉન્ટ બેલ્વિયુ બેન્ચમાર્ક હેઠળ એલપીજી આયાત કરવામાં આવશે. BPCL, IOC અને HPCL ના ટોચના અધિકારીઓની એક ટીમે પણ અમેરિકાની મુલાકાત લીધી હતી અને સોદા પહેલા ત્યાં તેલ ઉત્પાદક કંપનીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં વધારો થયો હોવા છતાં, ભારતીય કંપનીઓ જનતાને પોષણક્ષમ ભાવે કઙૠ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતીય તેલ કંપનીઓ ઉજ્જવલા યોજના હેઠળ માત્ર ₹500 અને ₹550 માં સિલિન્ડર પૂરા પાડે છે, જે આંતરરાષ્ટ્રીય ભાવ કરતા ઘણા ઓછા છે. તેમણે કહ્યું હતું કે સરકાર માતાઓ અને બહેનોને સસ્તા સિલિન્ડર પૂરા પાડવા માટે ઓછામાં ઓછા ₹40,000 કરોડ ખર્ચ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!