અમેરિકાએ ભારત સહિત 7 દેશોની 32 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાએ મિસાઈલ બનાવવાના કાર્યક્રમમાં ઈરાનને મદદ કરવાનો આરોપ લગાવી ભારત સહિત 7 દેશોની 32 કંપનીઓ પર પ્રતિબંધ લાદયો છે. અમેરિકાએ ઈરાનના બેલેસ્ટીક મિસાઈલ કાર્યક્રમ સાથે સંકળાયેલ નેટવર્ક પર મોટી કાર્યવાહી કરતા ભારત સહિત 7 દેશોની 32 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ દેશોમાં ભારત સહિત ચીન, હોંગકોંગ, સંયુક્ત અરબ અમીરાત, તુર્કી, ઈરાન અને અન્ય દેશો સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું હતું કે આ સંસ્થાન અને વ્યક્તિ ઈરાનના મિસાઈલ અને માનવ રહિત હવાઈ યાન (યુએવી) નિર્માણમાં સહયોગ કરનારા અનેક આંતરરાષ્ટ્રીય પુરવઠા નેટવર્કનો ભાગ છે.

પ્રતિબંધીત સંસ્થાનોમાં ભારતની ફાર્મ લેન પ્રાઈવેટ લિમિટેડ પણ સામેલ છે. જેના પર આરોપ છે કે તેણે યુએઈ સ્થિત એક ફર્મ સાથે મળીને સોડિયમ કલોરેટ અને સોડિયમ પરકલોરેટ જવી સામગીઓનો પુરવઠો પુરો પાડવામાં મદદ કરી હતી.

error: Content is protected !!