
અમેરિકા અને ભારતના બગડતા સંબંધો વચ્ચે અમેરિકામાં જ વ્હાઇટ હાઉસના વડા પર હુમલા શરૂ થઈ ગયા છે. વોશિંગ્ટનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત વિરુદ્ધ આક્રમક ટેરિફ નીતિ અપનાવવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમના મતે, અમેરિકન પ્રમુખ તેમની આ નીતિઓને કારણે જાણીજોઈને ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ છે.

ટ્રમ્પની નીતિઓ ભારતને ચીન સાથે સંબંધો સુધારવા મજબૂર કરી રહી છેબાઈડનના સુરક્ષા સલાહકાર સુલિવાને વિશ્વના દેશોમાં અમેરિકા પ્રત્યે વધી રહેલા અવિશ્વાસના મુદ્દે કહ્યું કે, ‘આજે વિશ્વના દેશો અમેરિકાને એક અવિશ્વસનીય અને અસ્થિર દેશ તરીકે જુએ છે.

જ્યારે તેઓ વિદેશી નેતાઓને મળે છે, ત્યારે તેઓ અમેરિકાથી જોખમ ઘટાડવાની વાત કરે છે. આજે પરિસ્થિતિ એવી છે કે ચીન વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય અને સ્થિર નીતિઓ ધરાવતો દેશ બની ગયો છે, જ્યારે અમેરિકાની પ્રતિષ્ઠા ઘટી રહી છે, આપણી અમેરિકન બ્રાન્ડ શૌચાલયમાં જોવા મળે છે.’

એક પોડકાસ્ટમાં, જેકે ભારતના ઉદાહરણ સાથે તેમની વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, ‘અમેરિકા અને ભારતના ઊંડા અને વધુ ટકાઉ સંબંધો બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરવામાં આવી રહ્યું હતું. જોકે, હવે ટ્રમ્પે નવી દિલ્હી પર ભારે ટેરિફ લાદી દીધા છે, જેના કારણે ભારતને ચીન સાથે બેસવાની ફરજ પડી છે.’

પૂર્વ સલાહકાર સુલિવાને કહ્યું કે, ‘અમે વર્ષોથી ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા પર કામ કરી રહ્યા હતા. પરંતુ, ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓને કારણે, ભારતને ચીન સાથેના સંબંધો સુધારવાની ફરજ પડી છે,

જે ભારત કરી રહ્યું છે.’અમેરિકા-ભારત સંબંધોમાં તણાવભૂતપૂર્વ અમેરિકન અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અમેરિકાએ ભારત પર 25%નો વેપાર ટેરિફ અને રશિયન તેલ ખરીદવા માટે 25%નો વધારાનો ટેરિફ લાદ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભારતે તેનો સખત વિરોધ કર્યો છે અને પોતાના ખેડૂતોના હિતો અને સાર્વભૌમત્વને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવાની વાત કરી છે.















