ઈરાન – ઈઝરાયેલ વચ્ચે ભીષણ હવાઈ હુમલા : તહેરાનમાં વિજળી ઠપ્પ : 15ના મોત

મધ્ય પૂર્વના યુધ્ધમાં ઈરાન પર હુમલા પાંચ દિવસ મોકૂફ રાખવાની અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંમ્પની જાહેરાત થતા પણ આજે સતત ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ઝબરો મીસાઈલ ડ્રોન સહિતનો હવાઈ હુમલો ચાલુ રહ્યો હતો. એક તરફ ઈરાને ઈઝરાયેલ ઉપરના નવા હુમલામાં કલસ્ટર બોંબથી ઈઝરાયેલના પાટનગર તેલઅવીવને ધણધણાવી દીધુ હતું અને અનેક સ્થળોએ વિસ્ફોટકોના અવાજ સંભળાયા હતા તથા આગ અને ધુમાડાના દ્દશ્યો સર્જાયા હતા. ઈરાને આ ઉપરાંત મધ્ય પૂર્વમાં કુવૈત સહિતના વિસ્તારોમાં પણ હુમલા ચાલુ રાખ્યા છે અને બહેરીનમાં પણ ડ્રોન હુમલાથી એમેઝોનના કલાઉડ સેન્ટરને ભારે નુકશાન પહોંચ્યુ છે.

તો બીજી તરફ ઈઝરાયેલે ઈરાન ઉપરના હુમલામાં તેના ત્રણ ગેસ મથકોને નિશાન બનાવતા તહેરાનના અનેક વિસ્તારોમાં પાવર સપ્લાઈ ઠપ્પ થઈ ગયો છે તો આ હુમલામાં ઈરાનમાં 15 લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ છે અને ઈઝરાયેલે આ ઉપરાંત લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક મથકોને નિશાન બનાવ્યા છે તો બીજી તરફ હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલમાં પણ પાંચ ટાર્ગેટ ઉપર રોકેટ અને ડ્રોનથી હુમલા કર્યા હતા.

ખાસ કરીને બૈરૂતમાં ઈઝરાયેલી સેના ઘુસે તેવી શકયતાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાનમાં અગાઉ તા.28ના રોજ હુમલામાં 208 બાળકો માર્યા ગયા બાદ ઈઝરાયેલનો આ સૌથી મોટો આજે નોંધાયો છે અને તેમાં તહેરાન સહિતના વિસ્તારોમાં 15 લોકોના મોત થયા હતા. ઈરાને જાહેર કયુર્ં છે

કે તેના ગેસ મથકો કે જે વિજ મથકોને ઈંધણ પૂરૂ પાડે છે તેના પરના હુમલાથી હવે અમે મધ્યપૂર્વના પીવાના પાણીના પ્લાન્ટ અને વીજ મથકોને પણ નિશાન બનાવશું અને સમગ્ર મીડલ ઈસ્ટમાં અંધારૂ છવાઈ જાય તે રીતે અમારા હુમલા હશે. આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પની જાહેરાત બાદ શાંતિની જે અપેક્ષા હતી તે પડી ભાંગી છે.

હવે પુરા મધ્ય-પૂર્વમાં અંધકાર છવાશે : વોટર પ્લાન્ટ પર પણ હુમલા થશે
તહેરાન તા.24
ઈઝરાયેલે ઈરાનના ગેસ મથકો પર હુમલા કરતા અને તહેરાનના વિજ સપ્લાય તોડી પાડતા ઈરાનના મિનિસ્ટ્રી ઓફ હેલ્થના પ્રવકતા હુસેન કરમાપર એ ચેતવણી આપી છે કે અમારા દેશના વિજ અને અન્ય ઈન્ફાસ્ટ્રકચર પર હુમલા થયા છે.

પણ હવે અમે ગલ્ફના દેશોમાં અંધારપટ છવાઈ જાય તે રીતે હુમલા કરશું આ ઉપરાંત સમુદ્રના પાણીને મીઠુ કરવાના પ્લાન્ટને પણ નિશાન બનાવશું અને લાખો લોકો પાણી માટે ટળવળશે તે નિશ્ચિત કરશું.

મધ્ય પૂર્વમાં આગામી દિવસોમાં યુધ્ધ વધુ ભીષણ બને તેવા સંકેત : ઓમાને અમેરિકી દુતાવાસનું સુરક્ષા છત્ર હટાવ્યું
મધ્ય પૂર્વમાં અનિશ્ચિત બની રહેલી પરિસ્થિતિ વચ્ચે બ્રિટને પણ તેના યુધ્ધ જહાજ એચએમએસ ડ્રેગનને પૂર્વીય ભૂમધ્ય સાગર ભણી રવાના કર્યુ છે. જયાં સાઇપ્રસ સહિતના વિસ્તારોમાં અગાઉ જે ઇરાને હુમલા કર્યા હતા ત્યાં સુરક્ષા હેતુસર આ જહાજને તૈનાત કરાશે. આ ઉપરાંત રોયલ એરફોર્સના ટાઇફુન અને એફ-35 જેટ વિમાનોએ સાઇપ્રસ, જોર્ડન, કતાર અને બહેરીનમાં પોતાની સુરક્ષા ઉડાન ચાલુ રાખી છે.

આમ મધ્ય પૂર્વમાં તનાવ વ્યાપક છે. ઓમાને પણ તેના રાજધાની મસ્કતમાં અમેરિકી દુતાવાસના શરણ નિર્દેશને હટાવી દીધો છે અને અહીં રહેતા અમેરિકા દુતાવાસના કર્મચારીને પ0 કિ.મી.ના એરીયામાં જ આવાગમનની છુટ આપી છે તથા તેઓને યુધ્ધ સંબંધી કોઇપણ કાર્યવાહીમાં ભાગ ન લેવા જણાવ્યું છે. બીજી તરફ ઇરાને ચેતવણી આપતા કહ્યું હતું કે જો અમારા પર દબાણ વધારાશે તો અમે પર્સીયન ગલ્ફમાં પણ સમુદ્રી સુરંગ બિછાવી દીશુ અને તે રીતે તમામ સમુદ્રી માર્ગો બંધ થઇ જાય તે નિશ્ચિત કરી દેશું. ઇરાને પોતાના લક્ષ્યોની એક યાદી પણ જાહેર કરી છે.

જેમાં બરાકાહ જે ઇઝરાયલનો મહત્વપૂર્ણ એટમી પ્લાન્ટ છે તેને પણ નિશાન બનાવાની ચેતવણી આપી છે. આ દરમ્યાન સાઉદી અરેબીયા અને યુએઇ પણ હવે યુધ્ધની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. પર્સીયલ ગલ્ફ વિસ્તારમાં તેઓ ઇરાન સામે ઝુકાવે તો આશ્ચર્ય થશે નહીં. જોકે આ બંને દેશોએ ફકત અમેરિકી દળો માટે એક સહાયતાના રૂપમાં કામ કરવાની તૈયારી કરી છે. રીયાધ ખાતેના અમેરિકી દળોના કિંગ ફહાદ એરબેઝમાં સાઉદી વિમાનો પણ તૈનાત થયા છે. આમ મધ્ય પૂર્વમાં તનાવ હજુ યથાવત છે.







