
ભારત પર અમેરિકાના વધતા જતા ટેરિફ ટેરર અને હજુ વધુ ટેરીફ નાખવાની ધમકી વચ્ચે ભારતે હવે યુરોપીયન સંઘની સાથે વ્યાપાર કરાર કરીને અમેરિકી ટેરિફની અસર ઓછામાં ઓછી થાય તે નિશ્ચિત કર્યુ છે.

અગાઉ બ્રિટન સાથે ભારતે ફ્રી ટ્રેડ કરાર કર્યા હતા અને હવે 33 દેશો ધરાવતા યુરોપીયન સંઘ વચ્ચે વ્યાપાર કરાર થયા છે અને

બન્ને દેશો વચ્ચે હવે ભારત-ઈયુ-સંયુક્ત સમીટ આગામી વર્ષે માર્ચ સુધીમાં યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપીયન સંઘના પ્રમુખ ઉર્જાલા યોન ડેર લેવન વચ્ચે ફોન વાતચીતમાં આ નિર્ણય લેવાયો હતો અને વર્ષના અંત સુધીમાં બન્ને દેશો તેના વ્યાપાર કરારને અંતિમ રૂપ આપી દેશે.

બન્ને વચ્ચે વાટાઘાટનો 13મો રાઉન્ડ આજથી શરૂ થયો છે અને તેમાં હવે નિર્ણાયક સમય આવ્યા છે.

















