HomeAllઅમિત શાહ કાલે મોરબીમાં નવા કમલમ કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે

અમિત શાહ કાલે મોરબીમાં નવા કમલમ કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે

દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની આજે ભાવનગરમાં નારી ચોકડી ખાતે જાહેર સભા યોજાય છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા પણ ભાવનગર માં જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. સાથે કેન્દ્રના પ્રધાનો અને રાજ્યના પ્રધાનો પણ ભાવનગરમાં ઉપસ્થિત રહેનાર છે. તો કાલે મોરબીમાં તેમનો કાર્યક્રમ છે.

કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અમિતભાઈ શાહ આજે બપોરે એરપોર્ટ ખાતે આવી શ્રી કમલમ ભાજપ કાર્યાલય, નાની ખોડિયાર પાસે તેમજ નારી ચોકડી પાસે જાહેર સભા સ્થળ ખાતેનાં કાર્યક્રમમાં પધારનાર છે. ગૃહમંત્રીશ્રી “ઝેડ પ્લસ સી.આર.પી.એફ પ્રોટેકટી મુજબનું સુરક્ષા કવચ ધરાવે છે. ભાવનગર જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે.

જેથી સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ, પ્રવાસ રૂટ ઉપર તથા અન્ય જરૂરી સ્થળ ખાતે “નો ડ્રોન તથા અને ફલાય ઝોન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-ર0ર3 ની કલમ-223 મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.

મોરબી

મોરબીના શનાળા ગામ પાસે બનાવવામાં આવેલ કમલમ કાર્યાલયનું કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

મોરબી નજીકના શનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેનું કાલે તા 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે.

જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અંદાજે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત અને દેશમાં જેને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ કાલે પ્રથમ વખત મોરબીના આંગણે આવી રહ્યા છે.

ત્યારે તેઓની ભાવિ સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરી લેવામાં આવેલ છે અને ખાસ કરીને મોરબી જિલ્લાના લોકોને કાલે કમલમ કાર્યાલય બીજી કોઈ કોઈ નવી ભેટ મળે તેવી પણ શક્યતા છે. આ કાર્યકમમાં મોરબી જિલ્લાના તમામ સાંસદો, ધારાસભ્યોએ સહિતના આગેવાનો અને હોદદારો સહિતના હાજર રહેશે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!