નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. અમિત શાહે કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે આ ક્ષણને દેશના લોકતાંત્રિક ઇતિહાસની મહત્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, “જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને 50 વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”

અમિત શાહના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સીના સમયની લડાઈ જ હતી કે જેણે ભારતમાં લોકતંત્રને જીવંત રાખ્યું અને એ દર્શાવ્યું કે ભારતની જનતા ક્યારેય તાનાશાહીને સ્વીકારતી નથી.

ઇમરજન્સીમાં લોકતંત્રનું ગળું દબાવવામાં આવ્યું!
અમિત શાહે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન માત્ર લોકતંત્રનું ગળું જ ન હતું દબાવવામાં આવ્યું, પરંતુ હજારો પરિવારોનું જીવન પણ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું, “અનેક કારકિર્દીઓ બરબાદ થઈ ગઈ, લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી.”

























