HomeAllઅનસ્ટોપેબલ વોરિયર્સ NGO દ્વારા ચતુર્થ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

અનસ્ટોપેબલ વોરિયર્સ NGO દ્વારા ચતુર્થ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

મોરબી : Unstoppable Warriors Education and Charitable Trust દ્વારા આયોજિત ચતુર્થ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ આગામી મંગળવાર, તા. 20-01-2026ના રોજ ભવ્ય રીતે યોજાશે. આ પુણ્યમય સમારોહનું આયોજન ખોખરા હનુમાન મંદિર, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 41 નવદંપત્તીઓ વૈવાહિક જીવનમાં પ્રભુતાના આશીર્વાદ સાથે પગલાં માંડશે. સમાજમાં એકતા, સમરસતા અને સેવાભાવના સંદેશને ઉજાગર કરતો આ કાર્યક્રમ સર્વ જ્ઞાતિ માટે પ્રેરણારૂપ બનશે.

લગ્નોત્સવના મંગલ પ્રસંગોમાં જાન આગમન, હસ્તમેળાપ તથા ભોજન સમારંભ જેવા પરંપરાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત મહેમાનો તથા સામાજિક અગ્રણીઓ ઉત્સાહભેર ભાગ લેશે.

આ કાર્યક્રમના નિમંત્રક તરીકે હેતલબેન પટેલ, પ્રમુખ, અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સમાજને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા સમાજહિતમાં સતત સેવાકાર્યો થકી ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને સહારો આપવામાં આવી રહ્યો છે, જેમાં આ સમૂહ લગ્નોત્સવ એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ ભવ્ય અને અર્થપૂર્ણ સમારોહમાં ભાગ લઈને નવદંપત્તીઓને આશીર્વાદ આપવા તથા સમાજસેવામાં સહભાગી બનવા સર્વેને વિનંતી કરવામાં આવે છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!