Author: admin

  • મોરબીને 2.70 કરોડ, સુરેન્દ્રનગરને 257 કરોડ સહિત 1700 કરોડની ફાળવણી

    મોરબીને 2.70 કરોડ, સુરેન્દ્રનગરને 257 કરોડ સહિત 1700 કરોડની ફાળવણી

    છ નવરચિત મનપા, પાંચ પાલિકા, બે મહાનગરોના કામોને એક સાથે મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ : શહેરી વિકાસ વર્ષ-2025 માં જન સુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો અભિગમ

      આ સંદર્ભમાં 6 નવરચિત મહાનગર પાલિકાઓ, 5 નગર પાલિકાઓ અને અમદાવાદ તથા ગાંધીનગર મહાનગર પાલિકાઓમાં વિવિધ વિકાસ કામો માટે એક સાથે એક જ દિવસમાં 1700.57 કરોડ રૂપિયા થી વધુના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે અસરકારક અને આયોજનબદ્ધ શહેરી વ્યવસ્થાપનની શરુઆત 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી. તેમની દૂરંદેશીથી શહેરીકરણને વિકાસ માટેની એક અનોખી તક તરીકે સ્વીકારીને જનભાગીદારીથી સુંદર, સ્વચ્છ અને ગતિશીલ શહેરોના વિકાસને પગલે રાજ્યના શહેરો વેલપ્લાન્ડ ડેવલપ સિટી તરીકે પ્રસ્થાપિત થયા છે.

      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 27મી મેના રોજ આ શહેરી વિકાસ વર્ષ ની ઉજવણીનો પ્રારંભ કરાવતા શહેરોને આર્થિક પ્રવૃત્તિઓના ગતિશીલ કેન્દ્રો બનાવવાના આપેલા વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1700.57 કરોડ થી વધુ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપીને સાકાર કર્યું છે.

      મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કામો માટે મંજૂર કરેલી આ રાશિમાંથી અમદાવાદ મહાનગર પાલિકાને 546 કરોડ, ગાંધીનગરને 32 કરોડ તેમજ નવરચિત મહાનગર પાલિકાઓમાં આણંદ 148 કરોડ, મોરબી 270.08 કરોડ, સુરેન્દ્રનગર 257.60 કરોડ, નડિયાદ 71.91 કરોડ તથા વાપી 251.91 કરોડ અને નવસારીને 90.35 કરોડ રૂપિયા મળશે.

      આ ઉપરાંત વડનગર નગર પાલિકાને 16.37 કરોડ, હિંમતનગરને 7.33 કરોડ, સિદ્ધપુરને 3.74 કરોડ, હળવદને 4.02 કરોડ અને ભરૂચ નગર પાલિકાને 85.52 લાખ રૂપિયા વિકાસ કામો માટે પ્રાપ્ત થશે.

      આંતર માળખાકીય સુવિધા

      મુખ્યમંત્રીએ સ્ટ્રીટલાઇટ, સોલાર સુવિધા, સિટી બ્યુટીફિકેશન, ડેવલપમેન્ટ ઓફ પબ્લિક ગાર્ડન, ડ્રેનેજ, ટ્રાફિક સર્કલ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, સિટી સિવિક સેન્ટર, ફાયર ઉપકરણો વગેરે મળીને આંતરમાળખાકીય સુવિધાના 247 જેટલા કામો 6 નવરચિત મહાનગર પાલિકાઓમાં હાથ ધરવા માટે 676.28 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

      મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ નવીનીકરણ, રીસરફેસિંગ, વ્હાઇટ ટોપિંગ તથા 60 ફુટથી મોટા માર્ગોના રિપેરિંગ માટે તેમણે આણંદ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીની નવરચિત મહાનગર પાલિકાઓ તેમજ અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકા માટે કુલ 652.78 કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

      એટલું જ નહીં, ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ, રોડ-રસ્તા, ગટર અને સ્ટોર્મ ડ્રેન તથા પાણીની સુવિધા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ 191.91 કરોડ રુપિયાના કામો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, વાપી અને આણંદ મહાનગર પાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

      તેમણે આણંદ અને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓને આઇકોનિક રોડના નિર્માણ માટે 31 કરોડ રૂપિયા તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ ભરૂચ નગર પાલિકા વિસ્તારની સોસાયટીઓમાં કોમન પ્લોટ પેવર બ્લોકના કામો માટે 85.52 લાખ રૂપિયાના કામોની અનુમતિ આપી છે.

      નગરો અને મહાનગરોમાં નવા સમાવાયેલા વિસ્તારોને પીવાના પાણીની સુવિધા સરળતાએ ઉપલબ્ધ કરાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી પાણી પુરવઠાનાં કામો માટે હિંમતનગર અને સિદ્ધપુર નગર પાલિકા તથા મોરબી મહાનગર પાલિકાને કુલ 67.35 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

      આઉટગ્રોથ

      આ ઉપરાંત, આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટર, ડામર રોડ, સીસી રોડ, ફાયર સ્ટેશન નિર્માણ જેવા કામો માટે પણ મોરબી અને વાપી મહાનગર પાલિકા તથા હળવદ નગર પાલિકાને કુલ મળીને 64.02 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે.

      મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે નાગરિકો ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો ધ્યેય સાકાર કરી શકે તે હેતુથી શહેરી જન સુખાકારીના વિકાસ કામો માટે ફાળવેલી આ રકમ આવનારા દિવસોમાં રાજ્યના શહેરી વિકાસમાં નવુ બળ ઉમેરશે.

    • પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

      પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

      પહેલગામની આતંકી ઘટના બાદ સિંધુ જળ સમજૂતીને સ્થગીત કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનમાં બેચેની વધી રહી છે. પાકિસ્તાન આ સમજુતી લાગુ કરવા માટે ભારતને અત્યાર સુધીમાં ચાર-ચાર પત્ર લખી ચૂકયું છે.

      જલશક્તિ મંત્રાલયને લખેલા આ પત્રો આગળ વિચાર માટે વિદેશ મંત્રાલયને મોકલ્યા છે, દરમિયાન ભારત સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે આતંકવાદ ચાલુ રહેવાને લઈને આ સંધી હાલ સ્થગીત જ રહેશે.

      ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા પહેલા ત્રણ મુખ્ય નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમથી મળતા મોટાભાગના પાણીનો ઉપયોગ ભારત પોતાના અનુસાર કરી રહ્યું છે. સમજુતી અંતર્ગત મોટાભાગનું (80 ટકાથી વધુ) પાકિસ્તાન જતું હતું.

      આ ઉપરાંત રાવી, સતલજ, બિયાસનું પાણી પણ ભારત પોતાના હિસાબે છોડશે કે બંધ કરશે. બીજી બાજુ પાકિસ્તાનના લોકો પણ સિંધુમાં જળને લઈને પાક. સરકાર પર દબાણ કરી રહ્યા છે, તેને લઈને દેખાવો પણ થયા છે.

    • એમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

      એમેઝોન અને ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનરેટે એમઓયુ સાઈન કર્યા

      ગુજરાતના 16,500થી વધુ નિકાસકારો પહેલેથી જ એમેઝોન ગ્લોબલ સેલિંગ સાથે વિશ્વભરમાં ગ્રાહકોને વેચાણ કરે છે

      એમેઝોન ઈન્ડિયાએ લાખો સ્થાનિક એમએસએમઈને ડિજિટલ બનાવીને રાજ્યથી નિકાસોને વેગ આપવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) મંત્રાલયના કમિશનરેટ સાથે એમઓયુ કર્યાની આજે જાહેરાત કરી હતી.

      આ ભાગીદારી દ્વારા એમેઝોન અને કમિશનરેટ એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા તેમની નિકાસો શરૂ કરવા અને વધારવા માટે રાજ્યમાં વ્યવસાયો માટે વર્કશોપ યોજવા, તાલીમ આપવા અને ટેકો પૂરો પાડવા માટે સાથે મળીને કામ કરશે.

      આ ઉપરાંત એમઓયુ હેઠળ એમેઝોન ગાંધીનગરમાં સમગ્ર ભારતમાં નિકાસકારો વચ્ચે સહયોગ વધારે તથા સતત સમર્થન આપે તેવું એક્સપોર્ટ કોમ્યુનિટી-લોકલ નેટવર્ક ઊભું કરશે. તે ઇકોમર્સ અને ઇ-કોમર્સ નિકાસોની જરૂરિયાતો અંગે એમએસએમઈ કમિશનરેટના સભ્યોને તાલીમ પણ આપશે જેઓ બદલામાં સમગ્ર રાજ્યમાં એમએસએમઈ માટે તાલીમનું આયોજન કરશે.

      આ એમઓયુ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) અને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) સાથેના સહયોગમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ દ્વારા યોજાયેલી ફ્લેગશિપ ઇવેન્ટ એવી અમદાવાદની એક્સપોર્ટ કનેક્ટ 2025ના ઉપક્રમે કરવામાં આવ્યો હતો.

      આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 700થી વધુ નિકાસકારોએ ભાગ લીધો હતો જેમાં તેમને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો સુધી તેમની પહોંચ વિસ્તારવામાં મદદ કરવા માટે એમેઝોન ગ્લોબલ સેલિંગની લીડરશિપ તરફથી આંતરદ્રષ્ટિ, સંસાધનો અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.

      રાજ્યમાં 36.51 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત નિકાસોમાં મજબૂત પાયો ધરાવે છે. આ પાયો રાજ્યને નિકાસોની બાબતે ભારતની ઇ-કોમર્સ સંભાવનાઓ અનલોક કરવા માટેના એમેઝોનના વ્યાપક પ્રયાસોમાં મહત્વનો વિસ્તાર બનાવે છે.

    • એલન મસ્કનું નવુ મેસેજિંગ ફીચર XChat લોંચ : વોટસએપને સીધી ટકકર આપશે

      એલન મસ્કનું નવુ મેસેજિંગ ફીચર XChat લોંચ : વોટસએપને સીધી ટકકર આપશે

      એલોન મસ્કે તેના X પ્લેટફોર્મે પર XChat નામનું એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, ઓટો ડિલીટ થયેલા મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઇલો મોકલવાનો વિકલ્પ મળશે.

      આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે. એલોન મસ્કે 1 જૂને પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી છે. પોસ્ટમાં લખ્યું છે કે, નવું XChat રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે એન્ક્રિપ્શન, વેનિશિંગ મેસેજ અને ફાઇલો મોકલવાનો વિકલ્પ આપે છે.

      મસ્કે દાવો કર્યો છે કે, XChat બિટકોઈન-સ્ટાઈલ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે નવા આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવ્યું છે.

      મસ્કે બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે, XChatની મદદથી યુઝર્સ ઓડિયો અને વીડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઈલ નંબર લિંક કરવાની જરૂર નથી. ટેકક્રન્ચના રિપોર્ટ્સ અનુસાર, XChat હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને કેટલાક લોકો પર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

      જોકે, કંપનીએ હજુ સુધી તે અંગે માહિતી આપી નથી કે તે સામાન્ય લોકો માટે ક્યારે રિલીઝ કરશે. પરંતુ મસ્કે ટ્વિટ કરીને જે રીતે માહિતી આપી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે બહુ જ જલ્દી સામાન્ય લોકોને પણ આ નવું ફિચર મળી શકે છે.

      X પ્લેટફોર્મે વર્ષ 2023 માં એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.

      XChatમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp  માં ઉપલબ્ધ બધી સુવિધાઓ છે. જોકે, WhatsApp ને મોબાઇલ નંબરથી લોગ ઇન કરવું પડશે. જ્યારે XChatમાં મોબાઇલ નંબર કનેક્ટ કરવાની જરૂર રહેશે નહીં.

    • USના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’

      USના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’

      ટેસ્લાના માલિક હવે ટ્રમ્પ સામે મહાભિયોગ કરી પદભ્રષ્ટ કરવાની લાઇનમાં: ટ્રમ્પ પણ વળતો ઘા મારે તેવી શકયતા

      અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા 6 8 મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે. બંને એકબીજાને ખતમ કરી નાંખવાની ધમકીઓ આપી રહ્યા છે. ઈલોન મસ્કે કહ્યું છે કે હું ના હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત. એવામાં મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. ઈલોન મસ્કે એકસ પર કહ્યું છે કે તેઓ ધ અમેરિકા પાર્ટી નામે નવો રાજકીય પક્ષ શરૂૂ કરશે.

      ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિખવાદ બાદ ઈલોન મસ્કે ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોલ કરી લોકોને પૂછ્યું હતું કે શું સમય આવી ગયો છે કે અમેરિકામાં હવે ત્રીજા પક્ષની શરૂૂઆત થાય? જે બાદ આજે મસ્કે પોલના પરિણામ રજૂ કરતાં કહ્યુ છે,

      કે પપ્રજાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. 80 ટકા લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂૂર છે. બાદમાં ઈલોન મસ્કે અન્ય એક પોસ્ટમાં લખ્યું- The America Party.

      અમેરિકામાં સોશિયલ મીડિયાની મદદથી ઈલોન મસ્કની પહોંચ લોકો સુધી સતત વધી રહી છે. મસ્ક દ્વારા ત્રીજા પક્ષની જાહેરાત હજુ તો માત્ર વિચાર જ છે, પરંતુ લોકો માની રહ્યા છે કે આ અમેરિકાના રાજકારણમાં એક નવા યુગની શરૂૂઆત છે. એવામાં જોવાનું એ રહે છે.એ ધ અમેરિકા પાર્ટી નામના પક્ષની સ્થાપના માટે મસ્ક બીજા શું પ્રયાસ કરે છે તથા આ જાહેરાત બાદ હવે ટ્રમ્પની પ્રતિક્રિયા શું રહેશે?

      નોંધનીય છે જે હજુ તો થોડા દિવસ 30મી મેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક એકસાથે દેખાયા હતા. વ્હાઇટ હાઉસથી મસ્કની સત્તાવાર વિદાય પ્રસંગે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા. લોકોને કોઈ અંદાજો પણ નહોતો બંને એકબીજાથી આટલી નફરત કરતાં હશે. ઈલોન મસ્કે ટ્રમ્પના ધ વન બિગ બ્યુટીફુલ બિલથી વિરોધ શરૂૂ કર્યો. બાદ ટેરિફની પણ ટીકા કરી.

      આટલું જ નહીં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખ પદેથી હટાવવાની માંગનું પણ સમર્થન કરી નાંખ્યું. સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે બિચારા ઈલોન મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, હું તેની સાથે કોઈ વાત નહીં કરું.

    error: Content is protected !!