
બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ મામલે પોલીસે મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે.

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે.

આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા રી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો.

ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા સર્કરના સહાય પોલીસ અધીક્ષક દેબ્રતા સરકારે જણાવ્યું કે, સ્થાનિક લોકો દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતની ઓળખ અમૃત મંડળ તરીકે થઈ છે, જેની સમ્રાટના નામથી ઓળખ થઈ છે. પોલીસે તે ખુબ જ ગંભીર સ્થિતિમાં મળ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.













