

મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં યોજાનાર આગામી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને મોરબી બાર એસોસિએશન દ્વારા જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણી માટે એક પોલિંગ ઓફિસર તથા ચાર સહાયક પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવી ફરજિયાત હોય છે. તે અનુસંધાને મોરબી બાર એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી ચૂંટણી સ્ટાફના નામો નક્કી કરવામાં આવ્યા હતા.

આ મુજબ પોલિંગ ઓફિસર તરીકે ભટ્ટ ભાવેશ જગદીશચંદ્રની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સહાયક પોલિંગ ઓફિસર તરીકે સંખેસરિયા કલ્પેશભાઈ ધનજીભાઈ, કંઝારીયા ચિરાગ વિનોદરાય, ગોલતર રાહુલ નવઘણભાઈ અને પટેલ હર્ષ જીતેન્દ્રભાઈની પસંદગી કરવામાં આવી છે. મોરબી બાર એસોસિએશને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નિમણૂક કરાયેલ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા સુચારૂ, પારદર્શક અને નિયમો મુજબ પૂર્ણ કરશે.



















