HomeAllબદરીનાથ ધામના કપાટ 23મી એપ્રિલે ખુલશે : વસંત પંચમીએ કરાઇ જાહેરાત

બદરીનાથ ધામના કપાટ 23મી એપ્રિલે ખુલશે : વસંત પંચમીએ કરાઇ જાહેરાત

બદરીનાથ ધામના કપાટ 23 એપ્રિલે વિધિ વિધાન સાથે શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આજે વસંત પંચમીએ બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત થઇ હતી. આ પહેલા ગુરુવારે ડિમ્મટથી ડિમટી ધાર્મિક કેન્દ્રીય પંચાયતના સભ્ય ગાડુ ઘડા સાથે ઋષિકેશ જવા રવાના થયા.

શુક્રવારે પૂજારી ગાડુ ઘડા લઇને નરેન્દ્રનગર રાજ દરબાર પહોંચ્યા. અહીં પરંપરાગત રીતે ભગવાન બદરીનાથધામ કપાટોદ્ઘાટનની તારીખ જાહેર કરાઇ હતી. કપાટ 23 એપ્રિલે બ્રહ્મ કાળ મુહુર્ત પર 6.15 વાગ્યે ખુલશે.

ગાડુ ઘડા યાત્રા 7 એપ્રિલે આરંભ થશે. વસંત પંચમીએ સવારે ગાડુ ઘડા લઇને ડિમરી પૂજારી ઋષિકેશથી નરેન્દ્રનગર રાજ દરબાર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગંગોત્રી અને યમુનાત્રી મંદિરમાં કપાટ અક્ષય તૃતિયાએ ખુલે છે. 19 એપ્રિલે અક્ષય તૃતિયા છે. જ્યારે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તિથિ શિવરાત્રીએ નક્કી થશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!