
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સુધરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અટકી હતી. પરંતુ હવે તેમાં પ્રગતિ જોવા મળી રહી છે.

હાલમાં જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું હતું. ભારતીય દળ પણ આ સપ્તાહે અમેરિકા જઈ રહ્યું છે. જે સંકેત આપે છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર કરાર થશે. જો આ કરાર થયા તો ભારતની નિકાસ વધશે, નોકરીઓનું સર્જન થશે, જે આપણા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકશે.

IMF એ ભારતનું રેટિંગ વધાર્યું
IMF તરફથી ચોથી ખુશખબર આવી છે. તેના હેડ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ભારતની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન બની રહ્યું છે.

IMF-વર્લ્ડ બેન્કની બેઠક પહેલાં તેમણે કહ્યું કે ભારતની આર્થિક નીતિઓએ તેની પ્રગતિ પર શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે.

વિશ્વ ભારતના અર્થતંત્રની વૃદ્ધિની ગતિથી આશ્ચર્યચકિત છે. ઉપરોક્ત ચાર રિપોર્ટ ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ફુગાવો નિયંત્રણમાં છે, વેપાર વધી રહ્યો છે, અને વિશ્વ આપણી શક્તિને સ્વીકારી રહ્યું હોવાના સંકેત આપી રહ્યું છે.


























