
આજના સમયમાં બેંક એકાઉન્ટ ખોલવું જેટલું સરળ છે, એટલું જ તેને જાળવી રાખવું મોંઘું થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોએ તેમની દરેક સર્વિસ પર ચાર્જ લગાવવાનું શરૂ કર્યું છે. એવી સર્વિસ જે ફ્રી હતી, તેના પર પણ ચાર્જ લાગવા લાગ્યો છે. જેમ કે પાસબુક અપડેટ, કેશ ટ્રાન્જેક્શન અથવા સાઇન વેરિફિકેશન. હવે દરેક જગ્યાએ બેંક ચાર્જ વસૂલવા લાગી છે.

નાની સર્વિસ પર પણ ચાર્જ-
હવે બેંક બ્રાન્ચમાં જઈને પાસબુક અપડેટ કરાવવી હોય કે એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈ માહિતી લેવી હોય, તો બધા માટે ચાર્જ આપવો પડે છે. મે મહિનામાં બેંકોએ ATMમાંથી પાંચથી વધુ વખત પૈસા કાઢવા પર 23 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગુ કર્યો હતો. 1 જુલાઈથી કેટલાક ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શનો પર પણ નવા ચાર્જ લાગુ થઈ ગયા છે.

કેશ જમા અને કાઢવા પર કડક નિયમ-
કેશ ટ્રાન્ઝેક્શન હવે વધુ મોંઘું થઈ ગયું છે. ઘણી બેંકો માત્ર ત્રણ વખત સુધી કેશ જમા અથવા કાઢવા ફ્રી રાખે છે, તેના પછી દરેક વખત 150 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડે છે. એટલું જ નહીં, જો એક મહિને કોઈ ગ્રાહકે એક લાખ રૂપિયા કરતાં વધુ કેશ જમા કર્યા, તો તેના પર પણ 150 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગશે.

ગ્રાહકોના ફાયદા પણ ઓછા થયા-
સુવિધાઓ પર ચાર્જ લગાવવાની સાથે બેંકો કપાત પણ કરવા લાગી છે. ઉદાહરણ તરીકે, SBIએ તેના પ્રાઇમ અને પલ્સ ક્રેડિટ કાર્ડ પર મળતો 50 લાખ રૂપિયાનો મફત હવાઈ દુર્ઘટના વીમો 15 જુલાઈથી બંધ કરી દીધો છે. એટલે કે, સુવિધાઓ ઘટી રહી છે અને ચાર્જ વધતા જઈ રહ્યા છે.

હવે IMPS ટ્રાન્ઝેક્શન પણ ફ્રી નહીં રહે-
15 ઓગસ્ટથી SBI IMPS ટ્રાન્જેક્શન એટલે કે તરત પૈસા મોકલવાની સર્વિસ પર પણ ચાર્જ લેવાનું શરૂ કરશે. અત્યાર સુધી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન ફ્રી હતું, પરંતુ હવે 25 હજાર રૂપિયા કરતાં વધુના ટ્રાન્જેક્શન પર 2થી 10 રૂપિયા સુધીનો ચાર્જ અને તેના પર GST પણ લાગશે.

ઘણી સર્વિસ પર ચાર્જ લાગતો જાય છે-
બેંક ખાતાને ચલાવવા માટે હવે દરેક નાની વસ્તુ માટે પેમેન્ટ કરવું પડે છે, જેમ કે ડુપ્લિકેટ પાસબુક બનાવવામાં 100 રૂપિયા, સાઇન વેરિફિકેશનમાં 100થી 150 રૂપિયા, ચેક રોકવામાં 200 રૂપિયા, મોબાઇલ નંબર અથવા ઈમેલ અપડેટ કરવા 50 રૂપિયા + GST, અને ડેબિટ કાર્ડ રી-પિન માટે 50 રૂપિયા ચાર્જ આપવો પડે છે.

બેંકિંગ સર્વિસ હવે પહેલા જેવી સુવિધાજનક અને સસ્તી નથી રહી. એક સામાન્ય ગ્રાહક માટે દરેક ટ્રાન્જેક્શન અને દરેક સર્વિસની કિંમત ચૂકવવી હવે એક હકીકત બની ગઈ છે. આવા સમયે જરૂરી છે કે, ગ્રાહક પોતાના બેંકના ચાર્જ સ્ટ્રક્ચરને ધ્યાનથી વાંચે. સાથે જ ડિજિટલ અને મફત વિકલ્પો પસંદ કરે.























