HomeAllબેટરીની છુટ્ટી : ભવિષ્યની ઊર્જા જરૂરિયાતો માટે સસ્તો અને ટકાઉ વિકલ્પ શોધી...

બેટરીની છુટ્ટી : ભવિષ્યની ઊર્જા જરૂરિયાતો માટે સસ્તો અને ટકાઉ વિકલ્પ શોધી કાઢયો

કલ્પના કરો કે કોઈ એવો પદાર્થ હોય જે સૂર્યપ્રકાશ શોષી લે, તેને પોતાનાં અંદર વર્ષો સુધી સંગ્રહિત રાખે અને જરૂર પડે ત્યારે પાણી ઉકાળે એટલી શક્તિશાળી ગરમી ઉત્પન્ન કરે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રસાયણશાસ્ત્રીઓએ આવો અનોખું અણુ વિકસાવ્યો છે. પાયરીમિડોન’ નામનું કાર્બનિક સંયોજન મોલેક્યુલર સોલર થર્મલ એનર્જી સ્ટોરેજ’ ક્ષેત્રમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર આ અણુને મેકેનિકલ સ્પ્રિંગ’ની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

સૂર્યપ્રકાશમાં આવતાં જ અણુ હાઈ-એનર્જી કોન્ફિગરેશન’માં વળી જાય છે. તે વર્ષો સુધી લોક’ રહી શકે છે. બાદમાં સક્રિય કરવાથી સંગ્રહિત ઊર્જા ઊષ્મા સ્વરૂપે છોડે છે.

લિથિયમ-આયન બેટરી કરતાં બમણી તાકાત
આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત તેની ઊર્જા ઘનતા છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં જાણવા મળ્યું કે આ અણુ પ્રતિ કિલોગ્રામ 1.6 મેગાજૂલ ઊર્જા આપે છે. તુલનાત્મક રીતે, સામાન્ય લિથિયમ-આયન બેટરીની ઊર્જા ઘનતા માત્ર 0.9 મેગાજૂલ પ્રતિ કિલોગ્રામ હોય છે.

ડીએનએની રચનાથી પ્રેરિત આ અણુની તુલના ફોટોક્રોમિક’ ચશ્માં સાથે કરી શકાય છે, જે સૂર્યપ્રકાશમાં ગાઢ અને અંદર આવતાં સ્વચ્છ થઈ જાય છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!