મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે નુકસાન ગ્રસ્ત થયેલા વિવિધ માર્ગોનું રીપેર કામ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ મોરબી નવલખી રોડનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.