
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ ઇ-મેઇલ ઉપર આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટત: કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં ગત સપ્તાહથી શરૂ થયેલા વ્યાપક રમખાણોએ બાંગ્લાદેશની પ્રતિષ્ઠાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખતમ કરી નાખી છે. ભારત દેશમાં વ્યાપેલી અંધાધૂધી જોઈ રહ્યું છે.

ભારત સાથેના તેના સંબંધો એકદમ તળીએ પહોંચી ગયા છે. અસ્થિર બની રહ્યા છે. પૂર્વ વડાપ્રધાને આ પરિસ્થિતિ માટે બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને સીધી રીતે જવાબદાર ગણાવતાં લઘુમતિઓની પરિસ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. દેશમાં લઘુમતિઓની થઇ રહેલી હત્યા અને દેશમાં પ્રવર્તતી અશાંતિને લીધે અંધાધૂંધી ફેલાઈ રહી છે. તેમ ભારત સ્પષ્ટ રીતે માનતું હશે. તેમ પણ શેખ હસીનાએ ઇ-મેઇલ ઉપર આપેલી આ મુલાકાતમાં જણાવ્યું હતું.

બાંગ્લાદેશમાં દીપુ દાસની કરાયેલી નૃશંશ હત્યા અંગે ખેદ વ્યકત કરતાં તેઓ ફરીથી લઘુમતિઓ ઉપર ગુજારાતા ત્રાસ માટે ખેદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે, બહુ-ધર્મીય તેવા દેશમાં તંત્ર કેમ ચલાવવું તેનું મોહમ્મદ યુનુસને ભાન જ નથી. વાસ્તવમાં ધર્મ-નિરપેક્ષતા જ દેશની સૌથી મોટી શકિત છે.

બંગબંધુ શેખ મુજીબ ઉર રહેમાનના પુત્રી શેખ હસીનાએ આગળ જણાવ્યું હતું કે, ધર્મ નિરપેક્ષતા દેશની સૌથી મોટી શક્તિ છે. થોડા પાગલ આતંકવાદીઓની ધૂન પર તેનું બલિદાન આપી શકાય નહીં. દેશમાં જવાબદાર લોકતંત્ર ફરી સ્થપાશે ત્યારે જ આ અશાંતિ, હિંસાચાર અને અંધાધૂંધીનો અંત આવશે.

છેલ્લે મળતા સમાચારો જણાવે છે કે, બાંગ્લાદેશમાં એક વધુ કાર્યકરને ગોળીબારથી ઠાર મરાયો છે. આ સાથે ફરી હિંસા ભડકી ઊઠવાની ભીતિ રહી છે. બીજી તરફ બાંગ્લાદેશે ભારત સ્થિત તેના દૂતાવાસોમાંથી સ્ટાફ ઘટાડી નાખ્યો છે. ભારત મતગાંવ સ્થિત ઉપદૂતાવાસનું વીસા સેન્ટર બંધ કર્યું છે.







