અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ સહિત અનેક દેશો પર મસમોટો ટેરિફ બોંક ઝિંક્યો છે. ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર ઝિંકેલો 25 ટકા ટેરિફ વધારીને 50 ટકા કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અમેરિકાના ટેરિફ નીતિનો ચોતરફ ટીકા થઈ રહી છે.

ટ્રમ્પને સૌથી વધુ રશિયાથી વાંધો છે, તેમનું માનવું છે કે, રશિયા ક્રૂડ ઓઈલમાં કમાયેલી નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે, જેના કારણે તેઓ રશિયા સાથે વેપાર કરનારા ભારત સહિતના દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે.

જ્યારે ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો, ત્યારે ચીન, રશિયા, બ્રાઝિલ, ઈઝરાયલ સહિતના દેશોએ ભારતના સમર્થનમાં બોલી ટેરિફ નીતિનો વિરોધ કર્યો છે, ત્યારે હવે ઈરાને પણ ટ્રમ્પની નીતિનો વાંધો ઉઠાવ્યો છે અને અમેરિકા બેવળું વલણ અપનાવતું હોવાનો આક્ષેપ કર્યો છે.