HomeAllભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા

ભારત આગામી દિવસોમાં અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય કંપની અગ્નિકુળ કોસ્મોસ અને એઆઈ ક્લાઉડ કંપની નીવ ક્લાઉડ અંતરિક્ષમાં ભારતનું સૌપ્રથમ ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં તેનું પ્રોટોટાઇપ મોકલશે તેમ મનાય છે. આ સેન્ટર પૃથ્વીની નજીક લગાવવામાં આવશે તેમ તેઓનું કહેવું છે.

ભારતીય કંપનીઓ અગ્નિકુલ કોસ્મોસ ચેન્નાઈ અને નીવ ક્લાઉડનું કહેવું છે કે અંતરિક્ષમાં સૂરજનો પ્રકાશ સીધો મળે છે. તેનાથી વીજળી બનાવવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓને તેમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં આ ટેકનિકનો મોટાપાયા પર ઉપયોગ થઈ શકે છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બંને કંપનીઓએ એક મોડેલ રજૂ કર્યુ હતુ અને જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી

  • 2026ના અંત સુધીમાં પ્રોટોટાઇપ લોન્ચ થઈ શકે
  • અંતરિક્ષમાં ડેટા સેન્ટરને વીજળીની ચિંતા નહીં રહે વાતાવરણ ઠંડુ હોવાથી કૂલિંગ મશીનરીની જરૂર નહીં

નવી દિલ્હી : ભારત આગામી દિવસોમાં અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય કંપની અગ્નિકુળ કોસ્મોસ અને એઆઈ ક્લાઉડ કંપની નીવ ક્લાઉડ અંતરિક્ષમાં ભારતનું સૌપ્રથમ ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહી છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં તેનું પ્રોટોટાઇપ મોકલશે તેમ મનાય છે. આ સેન્ટર પૃથ્વીની નજીક લગાવવામાં આવશે તેમ તેઓનું કહેવું છે.

ભારતીય કંપનીઓ અગ્નિકુલ કોસ્મોસ ચેન્નાઈ અને નીવ ક્લાઉડનું કહેવું છે કે અંતરિક્ષમાં સૂરજનો પ્રકાશ સીધો મળે છે. તેનાથી વીજળી બનાવવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓને તેમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં આ ટેકનિકનો મોટાપાયા પર ઉપયોગ થઈ શકે છે. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બંને કંપનીઓએ એક મોડેલ રજૂ કર્યુ હતુ અને જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

કંપનીઓનું કહેવું છે કે અંતરિક્ષમા વાતાવરણ પણ ઠંડુ હોવાથી મશીનોને ઠંડા રાખવાનો ખર્ચ પણ ઓછો આવશે. તેના કારણે જમીનની તુલનાએ અંતરિક્ષમાં ડેટા સેન્ટર મોકલવું કે બનાવીને મોકલવું સરળ થઈ શકે છે. આ પ્રોજેક્ટમાં પહેલા એક સિસ્ટમ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. તેમાં કમ્પ્યુટર અને ડેટા રાખતા મશીનો હશે. આ સિસ્ટમ ભ્રમણ કક્ષામાં ફરતા-ફરતા કામ કરશે. તેના દ્વારા કંપનીઓને અંતરિક્ષમાં ડેટા સેન્ટર ચલાવવામાં કેટલી તકલીફો પડે છે તેની ખબર પડશે. પ્રથમ પરીક્ષણ ૨૦૨૬ના અંત સુધીમાં થશે. તેમા સફળતા મળી તો પ્રારંભમાં તેનો મર્યાદિત ઉપયોગ કરવામાં આવશે. તેના પછી ધીમે-ધીમે તેનો ઉપયોગ વધારવામાં આવશે.

આ માટે ડેટા સેન્ટરને એક મોડયુલની જેમ તૈયાર કરવામાં આવશે. રોકેટ વડે પૃથ્વીની જોડેની કક્ષામાં મોકલાશે. રોકેટ ડેટા સેન્ટરને ઉપર છોડી દેશે અને ડેટા સેન્ટર ત્યાં ફરતા કામ કરતું રહેશે. તેને એવી રીતે બનાવવામાં આવશે કે તે લાંબા સમય સુધી અંતરિક્ષમાં સલામત રહીને કામ કરી શકે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ એક નવો મોટો પ્રયોગ છે. જો તેમા સફળતા મળી તો આગામી સમયમાં એઆઈની કામ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે. આજે જે કામ જમીન પર બનેલા ડેટા સેન્ટર કરે છે. તે કામ સ્પેસમાંથી થશે. તેના કારણે એઆઈ સાથે જોડાયેલી સેવાઓ વધુ સારી થઈ શકશે.

વિશ્વની કોઈપણ કંપની હજી સુધી ડેટા સેન્ટરને સ્પેસમાં લઈ જઈ શકી નથી ત્યારે આ દિશામાં ભારતનું પગલું નિર્ણાયક હશે. આમા સફળતા મળી તો ભારત અંતરિક્ષમાંથી એઆઈ સેવા આપનારા દેશોમાં સામેલ થઈ શકે

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!