
ભારતમાં હાલ ‘ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ યોજાઈ રહ્યું છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે ચાલી રહેલા આ એક્સોમાં અનેક એઆઈ ઈનોવેશન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડિપમાઈન્ટના સીઈઓ ડેમિસ હાસાબિસ એક્સ્પો નિહાળવા આવ્યા છે. આ દરમિયાન બંને મહાનુભાવોએ જાહેરાત કરી છે કે, બંને કંનપીઓ ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવશે અને આ માટે તેઓ આગામી પાંચ વર્ષમાં ભારતમાં લગભગ પાંચ બિલિયન ડૉલરનું રોકાણ કરશે.

વિશાખાપટ્ટનમમાં મેગા AI ડેટા સેન્ટર બનાવાશે
ભારતની મુલાકાતે આવેલા સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી છે. દેશમાં પ્રથમવાર એવું બનશે કે, AI હબ ઉભુ કરવા માટે પ્રથમવાર આટલું મોટું રોકાણ કરવામાં આવશે. આ માટે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં મેગા એઆઈ ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર એઆઈ મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસનું કેન્દ્ર બનશે. આ સેન્ટર પરથી ભારત અને આસપાસના લોકોની AI જરૂરીયાતોમાં એક મોટી ક્રાંતી સર્જાશે.
ગૂગલની તૈયારી, સમુદ્રમાં બિછાવશે ઈન્ટરનેટની જાળ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું કામ કરવા માટે ઈન્ટરનેટની સ્પીડ ઝડપી હોવી જરૂરી છે, તેથી ગૂગલ ભારતને વિશ્વ સાથે જોડવા માટે સમુદ્રમાં ઈન્ટરનેટ કેબલ બિછાવશે. આ કેબલ કનેક્શનથી ભારત સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સીધો જોડાશે. આનાથી એશિયા, આફ્રિકા અને સાઉથ અમરેકિમાં ઝડપી એઆઈ સર્વિસ મળશે.
ક્લીન એનર્જી પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ

ગુગલે આ આખો ઈન્ફ્રાસ્ટક્ચર ઉભો કરવા માટે ક્લીન એનર્જી પ્લાન્ટ પણ બનાવી રહ્યો છે. એટલે કે ડેટા સેન્ટરને ગ્રીન સોર્સથી વીજળી મળશે અને તેનાથી કાર્બન અસર ઘટશે. કંપનીનું માનવું છે કે, AIનો વિસ્તાર કરવાથી પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ. સૌથી મોટી વાત એ છે કે, ગૂગલ ભારત સરકાર સાથે મળીને AIને સરકારી સિસ્ટમમાં પણ જોડશે, જેનાથી લાખો સરકારી કર્મચારીઓ એઆઈ ટુલ્સનો ઉપયોગ કરી શકશે.

100 મિલિયન લોકોને AI ટ્રેનિંગ અપાશે
ગુગલના ડેટા સેન્ટરથી ભારતને ખૂબ મદદ મળશે. કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવ માટે એઆઈ ટ્યૂટર મળશે, ઓનલાઈન સ્કેમ પકડવા માટે એઆઈ ડિટેક્શન ટૂલ્સ પણ જોડવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, 100 મિલિયનથી વધુ લોકોને એઆઈની ટ્રેનિંગ અપાશે. એટલે કે એઆઈ માત્ર મોટા શહેરો સુધી જ નહીં, નાના શહેરો સુધી પણ પહોંચશે.

ભારત અમેરિકા-યુરોપ-ચીનને આપશે ટક્કર
આ એઆઈ સેન્ટરના કારણે રોજગારી વધવાની સાથે ભારત એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનશે. આજે વિશ્વનો મોટાભાગને ઈન્ટરનેટ ટ્રાફિક રૂટ અને કંટ્રોલ માત્ર અમેરિકા, યુરોપ અને ચીન પાસે છે, ત્યારે ગૂગલે ભારતમાં સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. એનો અર્થ એ થયો કે, આવનારા સમયમાં કરોડો લોકો ભારત દ્વારા એઆઈ ટુલ્સ સુધી પહોંચશે. વિશેષ વાત એ છે કે, હવે ભારતના સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સે હાઈ-પાવર કમ્પ્યૂટ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવાનું જરૂર નહીં પડે, કારણ કે હવે ભારતમાં સેન્ટર બનતું હોવાથી તેઓને દેશમાં જ સુવિધા મળી જશે. આનાથી તેઓના ખર્ચમાં ઘટાડો થશે અને સ્પીડ પણ વધશે.















