HomeAllભારતની દુનિયાભરમાં પહેલ : ડ્રોન - એઆઈ રોબોટ સાથે મળીને કરશે ઘરઆંગણે...

ભારતની દુનિયાભરમાં પહેલ : ડ્રોન – એઆઈ રોબોટ સાથે મળીને કરશે ઘરઆંગણે ડિલિવરી

ભારતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને લોજીસ્ટિકસના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવતા દુનિયાનું પહેલું પબ્લીક ઓટોમેટીક ફિઝીકલ એઆઈ ડીલીવરી નેટવર્ક શરૂ કર્યું છે. આ સીસ્ટમ હવે ગુડગાંવમાં વ્યાવસાયિક રીતે કામ કરી રહી છે. જયાં ડ્રોન અને રોબોટ માણસના હસ્તક્ષેપ વિના સામાનને સીધો ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યું છે.

આ પહેલા ગુડગાંવ સેકટર 102માં ચાર આધુનિક એઆઈ સ્કાયપોર્ટ, સ્કાય શિપ અરાઈવ પોઈન્ટ ઓટોબોટ્સ એક સાથે કરી રહ્યા છે. હાલમાં જ આયોજીત એઆઈ ઈમ્પેકટ સમીટ 2026માં આ ટેકનીકનુ પ્રદર્શન કરાયું હતું.

સ્કાય એટ મોબિલીટીના સીઈઓ અંકીતકુમારે કહ્યું હતું કે અમે અમારા લોકલ ડિલિવરી પોર્ટ `સ્કાય પોર્ટ’ને એઆઈ સીસ્ટમ સાથે જોડી દીધી છે. અરાઈવ એઆઈના સીઈઓ ડેન ઓટોલે જણાવ્યું હતું કે અરાઈવ પોઈન્ટ હવા અને જમીન વચ્ચે પુલનું કામ કરે છે જે નકકી કરે છે કે ડ્રોન અને રોબોટ વચ્ચે સામાનની લેવડ-દેવડ બરાબર થાય. ઓટોનોમીના સીઈઓ રિતુકર વિજયે કહ્યું હતું કે ઓટોબોટસ સરળતાથી ચાલી શકે છે.

કેવી રીતે કામ કરે છે
સ્કાય પોર્ટથી ડ્રોન સ્કાય શિપ ઉડાન ભરે છે. ડ્રોન હવાના રસ્તે પેકેજને અરાઈવ પોઈન્ટ સુધી પહોંચાડે છે, જે એક સુરક્ષિત સ્માર્ટ બોકસ છે. ત્યારબાદ ઓટોબોટસ સામાનને ગ્રાહકના દરવાજા સુધી લઈ જાય છે. આ પુરી પ્રક્રિયામાં માનવ સહાયતાની જરૂર નથી રહેતી. આથી ડિલિવરી વધુ કુશળ બને છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments