HomeAllભૂકંપ આવ્યા પહેલા જ તમારો ફોન કરી દેશે એલર્ટ! તાત્કાલિક ઓન કરી...

ભૂકંપ આવ્યા પહેલા જ તમારો ફોન કરી દેશે એલર્ટ! તાત્કાલિક ઓન કરી લો આ મહત્વનું સેટિંગ

Google Earthquake Alerts: દિલ્હી-NCRમાં ગુરુવારે સવારે 9:41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ ગયા અને તરત જ પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા. જો કે, ઘણા લોકો એવા હતા જેમને ભૂકંપ વિશે ખબર પણ નહોતી અને તેઓ પોતાનું કામમાં વ્યસ્ત રહ્યા હતા.

ઇતિહાસના પાનાઓમાં આવી ઘણી ઘટનાઓ નોંધાયેલી છે જ્યારે ભૂકંપના આંચકાએ થોડીક સેકન્ડોમાં બધું જ બરબાદ કરી દીધું હોય. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે તમારો ફોન જ ભૂકંપ પહેલા જ તમને એલર્ટ આપી દેશે. ફોન આપશે ભૂકંપનું એલર્ટ જો કે, શું તમે જાણો છો કે તમારો સ્માર્ટફોન તમને ભૂકંપ અને આવી ઘણી આફતો વિશે અગાઉથી ચેતવણી પણ આપે છે.

આવી સ્થિતિમાં તમને પોતાને અને તમારા પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવાની તક મળે છે.આ માટે તમારે તમારા ફોનમાં ફક્ત એક નાનું સેટિંગ ઓન કરવું પડશે. Googleનું આ સેટિંગ તાત્કાલિક કરો ઓન એન્ડ્રોઇડ યુઝર્સ માટે Googleએ એક ઇમરજન્સી સેટિંગનો ઓપ્શન આપ્યું છે, જે તમને આવી કુદરતી આફતોથી બચાવવામાં મદદ કરે છે.

આ નાનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ સેટિંગ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો જાણીએ તેને ઓન કરી રીતે કરવું. 1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં Setting પર ક્લિક કરો. 2. હવે તમારે અહીં Safety & Emergencyના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 3. અહીં તમારે Earthquake Alertsનું ઓપ્શન પર ક્લિક કરવું પડશે. 4. Earthquake Alertsને ઓન કરતાની સાથે જ Google તમને ભૂકંપની સ્થિતિમાં ચેતવણી આપશે,

જેના કારણે તમારા ફોનમાં સાયરન વાગશે. આ સાથે ગૂગલ તમને ભૂકંપથી બચવાના રસ્તાઓ પણ જણાવશે. આ દરમિયાન નહીં આપે એલર્ટ ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, ગુરુવારે એટલે કે આજે સવારે આવેલા ભૂકંપ માટે તેમના ફોન પર એલર્ટ મળ્યુ ન હતું. આવું કેમ ન થયું, તેનું કારણ પણ તમને તમારા Earthquake Alertsની નીચે જ જોવા મળી જશે. જો તમે આ તરફ ધ્યાન ન આપ્યું હોય, તો ચાલો આપણે આને મુદ્દાઓમાં સમજાવીએ. 1. જો ભૂકંપ 4.5ની તીવ્રતાથી ઓછો હોય તો ગૂગલ તેની ચેતવણી આપશે નહીં. 2. આ ઉપરાંત એલર્ટ માટે તમારા ફોનમાં ઇન્ટરનેટ ચાલુ હોવું ફરજિયાત છે.

  1. ગૂગલ તરફથી આ એલર્ટ દરેક વિસ્તારમાં ઉપલબ્ધ રહેશે નહીં. 4. ઘણી વખત એલર્ટ ભૂકંપ પહેલા, ભૂકંપ દરમિયાન અથવા ભૂકંપ પછી પણ આવી શકે છે.
  2. દર વખતે ભૂકંપ પકડવો Googleના આ સેટિંગ માટે શક્ય નથી. સંપૂર્ણપણે ન રહો નિર્ભર આવી સ્થિતિમાં, તમારા ફોનમાં આ સેટિંગ હંમેશા ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેના પર સંપૂર્ણપણે નિર્ભર ન રહો. આ માટે તમારે પોતે પણ સતર્ક રહેવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!