HomeAllભૂલથી પણ ચલણની આવી લિંક પર ક્લિક ન કરતા, નહીં તો મિનિટોમાં...

ભૂલથી પણ ચલણની આવી લિંક પર ક્લિક ન કરતા, નહીં તો મિનિટોમાં ખાતું ખાલી થઈ જશે

દિલ્હીમાં એક વ્યક્તિ સાથે અજીબ ઘટના બની છે. દિલ્હીમાં એક વ્યક્તિને WhatsApp પર આવેલી નકલી ટ્રાફિક ચલણનો મેસેજ ભારે પડ્યો છે. આ મેસેજથી વ્યક્તિને નુકસાન થયું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એક લિંક પર ક્લિક કર્યા પછી વ્યક્તિના ખાતામાંથી 4 લાખ રૂપિયાથી વધારે રકમ નીકળી ગઈ. આજકાલ લોકો ટ્રાફિક ચલણ અને સરકારી નોટિસ ઓનલાઇન ભરી રહ્યાં છે. જો કે આનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો નવી-નવી રીતો અજમાવી રહ્યાં છે. તો જાણો આ વિશે વધુમાં.

પોલીસ અનુસાર એ વ્યક્તિને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ મળ્યો. મેસેજમાં લખ્યું હતું કે તેમના નામ પર 1000 રૂપિયાનું ટ્રાફિક ચલણ છે. મેસેજમાં “NextGen mParivahan” નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભાષા બિલકુલ સરકારી નોટિસ જેવી લાગી રહી હતી. જો કે આ જોતાં અસલી લાગ્યું હતું. આ કારણે કોઈ પણ પ્રકારનો શક થયો નહીં.

મેસેજમાં એક લિંક આપવામાં આવી હતી જેની પર ક્લિક કરીને ચલણની ડિટેલ જોવા માટે તેમજ ફાઇન ભરવા માટે કહેવામાં આવ્યું હતું. વ્યક્તિએ આ અસલી સમજીને લિંક ખોલી અને એપ ડાઉનલોડ કરી. એપ ઇન્સ્ટોલ થયા પછી ચલણની કોઈ જાણકારી જોવા મળી નહીં, તેમ છતાં લાગ્યું કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે. આ માટે વધારે ધ્યાન આપ્યું નહીં, પરંતુ ખરેખર શું ઘટના બની એ થોડીવાર પછી જાણ થઈ.

થોડી જ વારમાં ખાતામાંથી પૈસા ઉડી ગયા

બપોરે લગભગ 2.59 વાગે વ્યક્તિને ઇમેલ મળ્યો કે એણે એમેઝોન ઇ વોલેટ પાસવર્ડ બદલી દીધો છે. ત્યારબાદ તરત એકાઉન્ટ સાથે જોડાયેલી ઇમેલ આઇડી પણ બદલાઈ ગઈ અને પછી બેન્કમાંથી SMS આવવા લાગ્યા કે જેમાં હાઇ વેલ્યુ ક્રેડિટ કાર્ડ ટ્રાન્જેક્શનની જાણકારી હતી.

પોલીસ અનુસાર સેવ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડની ડિટેલ્સનો ઉપયોગ કરીને પાંચ મોટા ટ્રાન્જેક્શન કર્યાં. આમ, ગુનેગારોએ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી ઇ ગિફ્ટ કાર્ડ ખરીદ્યા અને એમને પર્સનલ મગાવી લીધા. ડિઝિટલ ગિફ્ટ કાર્ડ હોવાને કારણે પૈસા પાછા મેળવવા મુશ્કેલ છે.

આમ, જ્યારે વ્યક્તિને જાણ થઈ ત્યારે લગભગ 4.05 લાખ રૂપિયા નીકળી ગયા હતા. આ ઘટના બન્યા પછી વ્યક્તિએ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી અને પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આમ, તમારી પર આવી કોઈ લિંક આવે છે તો તમે ભૂલથી પણ ક્લિક કરશો નહીં.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!