HomeAllભવિષ્ય જાણવું હવે સરળ? MiroFish નામનું નવું AI પ્લેટફોર્મ બન્યું ચર્ચાનો વિષય

ભવિષ્ય જાણવું હવે સરળ? MiroFish નામનું નવું AI પ્લેટફોર્મ બન્યું ચર્ચાનો વિષય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી ઘણાં કામ સરળ થઈ જાય છે અને એને કારણે એ સતત ચર્ચામાં રહે છે. જોકે AI ફરી ચર્ચામાં આવવાનું કારણ ખૂબ જ અલગ છે. નવી ઓપન-સોર્સ AI પ્રોજેક્ટ MiroFish ટેક દુનિયામાં ઝડપથી ચર્ચાનો વિષય બન્યું છે.

આ એક એવું પ્લેટફોર્મ છે જેના પર વિવિધ આગાહીઓ વિશે જાણી શકાય છે. ઉદાહરણ તરીકે સોનાનો ભાવ આવતી કાલે અથવા તો પાંચ દિવસ પછી શું હશે, ગરમી કેટલી પડશે, ઇરાન-ઇઝરાયલને કારણે ગેસની જે તકલીફ છે અથવા તો કોઈ પર્સનલ બાબત વિશે પણ આગાહી મેળવી શકાય છે.

આ પ્લેટફોર્મ એ વાતની ગેરંટી નથી આપતું કે જવાબ હંમેશાં સાચો મળશે, પરંતુ એ મહદઅંશે સાચું હોઈ શકે છે. આથી કોઈ પણ પ્રકારની આગાહી હવે આ પ્લેટફોર્મ પાસેથી મેળવી શકાશે.

આ નવું પ્લેટફોર્મે GitHub પર પણ ભારે લોકપ્રિયતા મેળવી છે અને વિશ્વભરના ડેવલપર્સ તરફથી ઘણી વાહવાહી મેળવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા આગાહી કરવામાં આવે છે. દરેક વસ્તુને લઈને એ ખૂબ જ ચોક્કસ આગાહી કરી રહ્યું છે.

એક રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટ એક યુવા ચાઇનીઝ પ્રોગ્રામરે તૈયાર કર્યું છે અને તેને Shanda Groupના સ્થાપક ચેન તિયાનકિયાઓનો સપોર્ટ મળ્યો હોવાનું કહેવાય છે. MiroFishને મોટા પાયે સિમ્યુલેશન માટેનું યુનિવર્સલ સ્વોર્મ-ઇન્ટેલિજન્સ એન્જિન તરીકે પણ ગણાવવામાં આવી રહ્યું છે.

MiroFish કેવી રીતે કામ કરે છે?

ટ્રેડિશનલ પ્રેડિક્ટિવ AI મોડલ્સથી અલગ રીતે MiroFish એક ડિજિટલ સિમ્યુલેશન સ્પેસ બનાવે છે, જેમાં હજારો સ્વતંત્ર AI એજન્ટ્સ કાર્ય કરે છે. આ એજન્ટ્સ એકબીજા સાથે સમકક્ષ રીતે ઈન્ટરએક્ટ કરે છે, જેના કારણે અલગ પ્રકારનું ઇન્ટરએક્શન નેટવર્ક તૈયાર થાય છે.

સિસ્ટમ તેના સિમ્યુલેશન માટે ન્યૂઝ આર્ટિકલ્સ, ફાઇનાન્સિયલ રિપોર્ટ્સ, પોલિસી પેપર્સ અને સોશિયલ મીડિયા ચર્ચાઓ જેવા રિયલ-વર્લ્ડ ડેટાનો ઉપયોગ કરે છે. આ ડેટાને આધારે એક નૉલેજ ગ્રાફ તૈયાર કરવામાં આવે છે.

એ સિસ્ટમને લોકો, સંસ્થાઓ અને ઘટનાઓ વચ્ચેના સંબંધોને સમજવામાં મદદ કરે છે. ત્યારબાદ આ આધારે ડિજિટલ એજન્ટ્સ માટે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ તૈયાર કરવામાં આવે છે.

ટ્રેડિશનલ મોડલ કરતાં સોશિયલ બિહેવિયરને વધુ સારી રીતે સમજે છે આ મોડલ
MiroFish દ્વારા બનાવવામાં આવેલા સિમ્યુલેશન એન્વાયરમેન્ટમાં દરેક AI એજન્ટને પોતાની બિહેવિયર પ્રોફાઇલ, મેમરી અને નિર્ણય લેવાની શક્તિ આપવામાં આવે છે.

સિમ્યુલેશન આગળ વધતાં આ એજન્ટ્સ એકબીજા સાથે કમ્યુનિકેશન કરે છે, માહિતી પર પ્રતિક્રિયા આપે છે અને એકબીજાના નિર્ણયોને પ્રેરિત કરે છે. આ પ્રક્રિયાથી એવા પેટર્ન્સ ઉભા થાય છે, જે દરેક એજન્ટ દ્વારા સાથે મળીને લેવામાં આવ્યા હોય છે. આ મોડલ બનાવનારના જણાવ્યા મુજબ આ પદ્ધતિ માત્ર આંકડાકીય અંદાજ પર આધાર રાખવાને બદલે લોકો ચોક્કસ ઘટનાઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે એ રીતે નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે.

પ્લેટફોર્મની ટેક્નિકલ વિશેષતાઓ

MiroFish મલ્ટી-એજન્ટ આર્કિટેક્ચર પર કાર્ય કરે છે. તેમાં Python આધારિત બેકએન્ડ સિમ્યુલેશનને મેનેજ કરે છે અને Vue.js આધારિત વિઝ્યુઅલ ઇન્ટરફેસ દ્વારા વપરાશકર્તાઓ એજન્ટ્સ વચ્ચેના ઇન્ટરએક્શનને પણ જોઈ શકે છે. સિસ્ટમમાં GraphRAG નામની ટેકનિકનો પણ ઉપયોગ થાય છે.

એના દ્વારા માહિતીને અલગ-અલગ ટેક્સ્ટ બ્લોક તરીકે રાખવાના બદલે એક સાથે જોડાયેલી એન્ટિટી અને સંબંધોના નેટવર્ક તરીકે ગોઠવે છે. આથી સિમ્યુલેટેડ એજન્ટ્સને કોમ્પ્લેક્સ નેટવર્ક જેવા કે પેટર્ન, આર્થિક સંબંધો અને સોશિયલ ગ્રૂપને સમજવામાં મદદ મળે છે.

લોકલ સિસ્ટમ અથવા કન્ટેનર પ્લેટફોર્મ પર થઈ શકે છે ઉપયોગ

MiroFish લાંબા સમયની મેમરી જાળવવા માટે Zep પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, જેના દ્વારા એજન્ટ્સ વિવિધ સિમ્યુલેશન રાઉન્ડ્સ દરમિયાન અનુભવો સંગ્રહિત કરી શકે છે અને ફરી મેળવી શકે છે.

આ સુવિધાથી સમય સાથે એજન્ટ્સનું વર્તન પણ વિકસિત થઈ શકે છે. ટેક્નિકલ ડોક્યુમેન્ટેશન અનુસાર આ એન્જિનને લોકલ સિસ્ટમ પર અથવા Docker જેવા કન્ટેનર સિસ્ટમ દ્વારા ચલાવી શકાય છે. ઉપરાંત તે OpenAI API ફ્રેમવર્ક સાથે સુસંગત વિવિધ લાર્જ લેંગ્વેજ મોડલ્સ સાથે પણ ઇન્ટિગ્રેશનને સપોર્ટ કરે છે.

વપરાશકર્તાઓ માટે ઇન્ટરએક્ટિવ એનાલિટિકલ રિપોર્ટ્સ તૈયાર કરે છે

MiroFish સિમ્યુલેશનમાં એજન્ટ્સના વર્તનના આધારે ઇન્ટરએક્ટિવ એનાલિટિકલ રિપોર્ટ્સ પણ બનાવી શકે છે. વપરાશકર્તાઓ વિવિધ પેરામીટર્સ બદલીને અલગ-અલગ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે જોઈ શકે છે.

આ ટેક્નોલોજીનો ઉપયોગ માર્કેટ સેન્ટિમેન્ટને એનાલાઇઝ કરવું, લોકોના વિચારોને જાણવા, કોઈ પોલિસીને ટેસ્ટ કરવા અથવા ક્રિએટિવ ક્ષેત્રમાં વિવિધ નેરેટિવના પરિણામો શું હોઈ શકે છે એ જાણવા માટે થઈ શકે છે. જોકે, MiroFishના સંશોધકો સ્પષ્ટ કરે છે કે આ સિસ્ટમનો ઉપયોગ ચોક્કસ ભવિષ્યવાણી કરતાં વધુ વિવિધ સંભાવિત પરિસ્થિતિઓની શોધખોળ માટે કરવો જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!