HomeAllબજેટથી `ખુશ્બુ ગુજરાત કી' વધશે : ગીફટ સીટીથી સુરત અને હેરીટેજ સાઈટને...

બજેટથી `ખુશ્બુ ગુજરાત કી’ વધશે : ગીફટ સીટીથી સુરત અને હેરીટેજ સાઈટને લાભ

જામનગરના આયુષ સેન્ટરનું રીસર્ચ અને ટ્રેનીંગમાં અપગ્રેડેશનથી ઉપચાર પદ્ધતિઓનો લાભ વધશે : સીટી ઈકોનોમીક રીજયોનથી સુરત હબ બનશે

કેન્દ્રીય બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તેનો લાભ ગુજરાતને સૌથી વધુ મળી શકે છે અને ખાસ કરીને ગુજરાતના ગીફટ સીટીના આગેકૂચનો બીજો તબકકો શરુ થાય તેવા સંકેત છે.

આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સીયલ સેન્ટરમાં હવે આવનાર કંપનીઓને 20 વર્ષ સુધી સતત કરમુક્તિનો લાભ મળશે. જેના કારણે વૈશ્વિક બેંકો ફીનટેક કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ ગીફટસીટીમાં વધુ આકર્ષાશે.

આ ઉપરાંત સુરતને દેશમાં ઈકોનોમીક ઝોનમાં સમાવેશ કરવાથી આ ઉપરાંત પુર્વ અને પશ્ચિમને જોડતી ખાસ ફ્રેઈટ કોરિડોરથી ગુજરાતથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધીની માલપરિવહન વ્યવસ્થા મજબૂત બનશે.

જે ટેક્ષટાઈલ, ડાયમંડ અને અન્ય ઉદ્યોગોને લાભકર્તા રહેશે તો જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું પરંપરાગત મેડીસીન સેન્ટર છે તેને હવે અપગ્રેડ કરીને વિશ્વકક્ષાનું રીસર્ચ ટ્રેનીંગ સેન્ટર બનાવાશે.

જેથી આયુર્વેદ અને અન્ય પરંપરાગત ઉપચાર પદ્ધતિઓને લાભ મળશે. ટુરીઝમમાં ગુજરાતની લોથલ અને ધોળાવીરાને પણ વિકસાવવાની યોજના છે. આ ઉપરાંત મેડીકલ ટુરીઝમના કારણે ગુજરાતના તબીબી ક્ષેત્રને મોટો લાભ થયો છે. જે માટે પણ હવે વધુ લાભો જાહેર થવાથી તેનો લાભ ગુજરાતને મળશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!