અમદાવાદ: દેવસ્ય સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી બ્રિશા કપિલ કંસારાએ એક ભાવનાત્મક ચિત્ર દોર્યું છે, જેમાં તેણે જગન્નાથ રથયાત્રા સાથે છેલ્લા હાલમાં જ અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

બ્રિશાએ ચિત્રમાં ભક્તિભાવ અને માનવતા બંનેને ભાવનાત્મક રીત રીતે વ્યક્ત કર્યા છે. રથયાત્રાની ભવ્યતા સાથે દુર્ઘટનાનો શોક એકસાથે રજૂ કરીને તેણે પોતાના દયાળુ મન અને સંવેદનશીલતા દર્શાવી છે. દેવસ્ય સ્કૂલ તરફથી પણ બ્રિશાની અભિવ્યક્તિને પ્રશંસા મળી રહી છે.

આવા પ્રકારના સર્જનાત્મક અભિગમથી બાળકોમાં સમાજપ્રતિ અને માનવિય મૂલ્યો પ્રત્યેની ભાવના ઉદ્ભવે છે, તેવો સંદેશ પણ આ પ્રસંગે મળે છે.




























