HomeAllબુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 83 ટકા વધીને 1.89 લાખ કરોડ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 83 ટકા વધીને 1.89 લાખ કરોડ

પ્રોજેક્ટના પ્રારંભ વખતે 1.1 લાખ કરોડનો ખર્ચ અંદાજાયો હતો

દેશનો પ્રથમ અને મહત્વાકાંશી  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્ધારિત કરતા ઘણો મોડો જ છે અને તેને કારણે ખર્ચમાં  પણ 89 ટકા જેવો જંગી વધારો થયો છે. અમદાવાદ-મુંબઇ વચ્ચેના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે શરૂઆતમાં 1.10 લાખ કરોડનો ખર્ચ થવાનું અનુમાન દર્શાવાયું હતું.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

હવે તે 83 ટકાની વૃધ્ધિ સાથે 1.89 લાખ કરોડે પહોંચ્યો છે. પ્રોજેક્ટમાં ચાર વર્ષનો વિલંબ થઇ જ ગયો છે. આવતા વર્ષની 15મી ઓગસ્ટે આંશિક રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેન તોડવાનું રેલમંત્રીએ જાહેર કર્યું છે પરંતુ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થતા વર્ષ 2029 થઇ જશે.

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાર વર્ષથી વધુના વિલંબના કારણે ખર્ચમાં અંદાજે 83 ટકાનો વધારો થયો છે અને તે વધીને 1.89 લાખ કરોડ પર પહોંચી ગયો છે. 508 કિમીનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મુકાઈ રહેલા અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટના વધેલા ખર્ચ અંગે સરકારની `પ્રગતિ’ પહેલના બ્રીફિંગ દરમિયાન રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન સતીશ કુમારે જણાવ્યું હતું કે, સુધારેલા ખર્ચ માટે અંતિમ મંજૂરી લેવાની હજુ બાકી છે..જે એક કે બે મહિનામાં ફાઈનલ થઈ જશે.

શરૂઆતમાં આ પ્રોજેક્ટ માટે રૂ. 1.1 લાખ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જમીન સંપાદનમાં વિલંબ, વૈધાનિક મંજૂરીઓ અને રોલિંગ સ્ટોક નક્કી કરવામાં થયેલા વિલંબ સહિતના વિવિધ કારણોસર પ્રોજેક્ટના સમય અને ખર્ચમાં વધારો થયો છે.

ગયા અઠવાડિયે એક નિવેદનમાં રેલવેએ જણાવ્યું હતું કે 30નવેમ્બર સુધી પ્રોજેક્ટની એકંદર ભૌતિક પ્રગતિ 55.6 ટકા અને નાણાકીય પ્રગતિ 69.6 ટકા હતી. નવેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પાછળ રૂ।.85,801 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને રેલવે મંત્રાલયના કામકાજની સમીક્ષા કરતી વખતે પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!