ઈન્ડોનેશીયામાં વિવાદીત વિધાનો કરનાર ડીફેન્સ એટેચીએ કહ્યું ઓપરેશન પુરી રીતે ભારતના કંટ્રોલમાં હતું
ઓપરેશન સિંદૂર સમયે ભારતે અત્યંત સંયમથી કામ લીધુ હતું અને જે રીતે પહેલા ત્રાસવાદી મથકોને જ ટાર્ગેટ બનાવાયા અને ત્યાર બાદ જ પાકિસ્તાને વળતો હુમલો કરવાની કોશીષ કરતા ભારતીય સેનાને વધુ આક્રમક કાર્ય કરવાની ફરજ પડી હતી.

તે અંગે ભારતીય હવાઈદળના અધિકારી અને ડીફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે ઈન્ડોનેશીયાના એફોર્સને ભારતની પરિસ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું કે અમોએ પાડોશી દેશને સ્પષ્ટ રીતે ચેતવણી આપી હતી. તેઓ ઈન્ડોનેશીયા એરફોર્સ યુનિ.ના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

કહ્યું કે જો પાકિસ્તાને અણુ હુમલો કરવાની કોશીષ કરી હતો તો પાકિસ્તાનનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું હાતે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અણુ હુમલોની ધમકી આપતું હતું પરંતુ ભારત તે ધમકીને તાબે થયું ન હતું અને સ્વીકારતું નથી.

તેમણે ઉમેર્યુ કે, ભારતે અત્યંત ચપળતા સાથે પાકિસ્તાનના અણુ મથકો પર હુમલો કર્યો હતો અને આ એક સંયમીત પ્રતિભાવ હતો યુધ્ધ પૂરી રીતે ભારતના કંટ્રોલમાં હતો. પાકિસ્તાનના વિમાનો તેના એરબેઝ ઉપરથી ઉડી પણ શકયા નહીં તે દર્શાવે છે કે ભારત એ કેટલી તૈયારી સાથે આ ઓપરેશન કર્યુ હતું.

























